હિન્દુસ્તાની હોવાના કારણે હું નથી ઇચ્છતો કે મોદી PM બને: અમર્ત્ય સેન
નવી દિલ્હી, 22 જુલાઇ: નોબલ પુરસ્કાર વિજેતા અને જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્યસેને જણાવ્યું કે એક ભારતીય હોવાના નાતે તેઓ બીજીપી ચૂંટણી સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીને દેશના પ્રધાનમંત્રીના રૂપમાં જોવા જોઇએ નહીં.
ન્યૂઝ ચેનલ સીએનએન-આઇબીએનને આપેલા એક ખાસ ઇન્ટર્વ્યૂમાં અમર્ત્યસેને જણાવ્યું કે 'એક હિન્દુસ્તાનીના રૂપમાં એવું નથી ઇચ્છતા કે મોદી પ્રધાનમંત્રી બને. તેમણે લઘુમતિઓને સુરક્ષાની અનુભૂતિ કરાવવાનો પૂરતો પ્રયાસ કર્યો નથી.' તેમણે વિકાસના મોદીના મોડલની ટીકા કરી.
તેમણે જણાવ્યું કે તેઓ મોદીના વિકાસ મોડેલના પક્ષમાં નથી. મહત્વની વાત એ છે કે સેને બિહારના વિકાસ મોડલના વખાણ કરતા જણાવ્યું કે વિકાસને સામાજિક ફેરફારોથી અલગ રાખીને ના જોવું જોઇએ.













Click it and Unblock the Notifications
