For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Asaduddin Owaisi : લગ્નની ઉંમર વધારવાવાળી સરકાર દારૂ માટે કેમ ઘટાડી રહી છે ઉંમર, ઓવૈસીનો કેન્દ્ર પર પ્રહાર

Asaduddin Owaisi : કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ઓવૈસીએ જણાવ્યું હતું કે, દારૂના સેવનથી થતા મૃત્યુને કારણે દેશની જીડીપીને પણ નુકસાન થઈ રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

Asaduddin Owaisi : એઆઇએમઆઇએમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ દારૂ માટે નિર્ધારિત ઉંમર અંગે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. જેમાં તેમણે ટ્વીટ કર્યું હતું કે, અલ્પકાલિન રાજસ્વ લાભ લેવા માટે કેન્દ્ર સરકાર ભારતના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે લગ્નની ઉંમર 21 વર્ષ કરવા માંગે છે, પણ દારૂ માટેની લધુતમ ઉંમર ઘટાડવા માંગે છે.

 Asaduddin Owaisi

ઓવૈસીએ વધુમાં લખ્યું કે, અભ્યાસ માહિતી આપે છે કે, દારૂ પીવાની લઘુત્તમ ઉંમર જેટલી વધારે છે, તેટલું સારું જીવન. આલ્કોહોલ એ જાહેર આરોગ્યની સમસ્યા છે અને તે વ્યક્તિગત પસંદગી અથવા કર આવક સુધી મર્યાદિત નથી.

કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ ઓવૈસીએ જણાવ્યું હતું કે, દારૂના સેવનથી થતા મૃત્યુને કારણે દેશની જીડીપીને પણ નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનનો આંકડો કુલ નુકસાનના 1.5 ટકા છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, દારૂના વધુ પડતા સેવનને કારણે દેશની જીડીપી દર વર્ષે 1.45 ટકા ઘટી રહી છે.

યુવાનોએ રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ, ચૂંટણી લડવાની ઉંમર ઘટાડવી જોઈએ - ઓવૈસી

આ સાથે ઓવૈસીએ યુવાનોને રાજકારણમાં શામેલ કરવાની પણ હિમાયત કરી હતી. ઓવૈસીએ જણાવ્યું હતું કે, દારૂના કારણે થતા મૃત્યુને ઘટાડવા માટે યુવાનોને રાજકારણમાં લાવવા જરૂરી છે. આ માટે લઘુત્તમ વય ઘટાડવી જોઈએ. ઓવૈસીએ લોકસભા ચૂંટણી લડવા માટેની લઘુત્તમ વય 25 થી ઘટાડીને 20 કરવાની હિમાયત કરી છે.

ઓવૈસીએ સંસદમાં લોકસભા ચૂંટણી લડવા માટે ઉંમર ઘટાડવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેમણે ચોમાસુ સત્રમાં આ માટે ખાનગી બિલ પણ રજૂ કર્યું હતું. જેમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારી માટે ઉંમર ઘટાડવાની માંગ કરવામાં આવી હતી.

English summary
Asaduddin Owaisi asked Why is the government lowering the age for alcohol
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X