For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં મહિલાઓ પર થઈ રહ્યા છે અત્યાચાર પરંતુ કેન્દ્રને અફઘાનિસ્તાનની ચિંતાઃ ઓવૈસી

AIMIM ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસાએ કેન્દ્ર પર પલટવાર કર્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છેલ્લા એક સપ્તાહથી દુનિયાભરમાં માત્ર અફઘાનિસ્તાનની ચર્ચા થઈ રહી છે. વર્તમાન સમયમાં અફઘાનિસ્તાન પર પૂરુ નિયંત્રણ તાલિબાની આતંકવાદીઓનુ છે. જેમણે શરિયા કાયદો લાગુ કરવાનુ એલાન કરી દીધુ છે. સાથે જ મહિલાઓને બૂરખો પહેરવા, કામ પર ન જવા અને એકલા બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. ઘણી જગ્યાઓએ આતંકવાદીઓને બળજબરીથી છોકરીઓનુ અપહરણ કરીને તેમને સેક્સ સ્લેબ બનાવી રહ્યા છે. જેના પર ભારતીય વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી હતી. હવે આ મામલે AIMIM ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસાએ કેન્દ્ર પર પલટવાર કર્યો છે.

asaduddin owaisi

ગુરુવારે એક કાર્યક્રમમાં ઓવૈસાએ કહ્યુ કે એક રિપોર્ટ મુજબ ભારતમાં નવમાંથી એક મહિલાનુ મૃત્યુ 5 વર્ષની વય પહેલા થઈ જાય છે. અહીં મહિલાઓ પર અત્યાચાર અને ગુના થાય છે પરંતુ કેન્દ્રને એ વાતની ચિંતા છે કે અફઘાનિસ્તાનની મહિલાઓ સાથે શું થઈ રહ્યુ છે? શું અહીં એ બધુ નથી થઈ રહ્યુ? તેમણે આગળ કહ્યુ કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજામાંથી પાકિસ્તાનને સૌથી વધુ ફાયદો થયો છે. વિશેષજ્ઞ કહી રહ્યા છે કે અલકાયદા અને દાએશ અફઘાનિસ્તાનના અમુક વિસ્તારોમાં પહોંચી ચૂક્યા છે. આઈએસઆઈ ભારતનો દુશ્મન છે. આઈએસઆઈ તાલિબાનને નિયંત્રિત કરે છે અને તેને કઠપૂતળીની જેમ ઉપયોગ કરે છે.

મુનવ્વર રાણાનુ વિવાદિત નિવેદન

ઓવૈસીએ પહેલા શાયર મુનવ્વર રાણાએ પણ એક વિવાદિત નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે ભારતીયોને અફઘાનિસ્તાનની સ્થિતિથી ડરવાની જરૂર નથી. જેટલી ક્રૂરતા અફઘાનિસ્તાનમાં છે તેનાથી વધુ ક્રૂરતા તો આપણે ત્યાં પહેલેથી જ છે. પહેલા રામરાજ હતુ પરંતુ હવે કામરાજ છે.

તાલિબાન પર શું કહી રહી છે સરકાર?

હાલમાં જ વિદેશ મંત્રી એસ જયશંકરને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું ભારતનો અત્યારે કટ્ટરપંથી સમૂહ સાથે કોઈ સંવાદ થયો છે? તો આના પર તેમણે કહ્યુ કે વર્તમાનમાં આપણી નજર કાબુલના તેજીથી બદલતી સ્થિતિ પર છે. તાલિબાન અને તેના પ્રતિનિધિ કાબુલમાં છે. આપણે તેમની સાથે વાત કરવી પડશે. આવનારા દિવસોમાં આ અફઘાનિસ્તાન પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ નક્કી કરશે. તેમણે કહ્યુ કે આ શરુઆથના દિવસ છે. હાલમાં અમારુ ધ્યાન ભારતીય નાગરિકો(અફઘાનિસ્તાન)ની સુરક્ષા પર છે.

English summary
Asaduddin Owaisi atrocities against women but centre worried about Afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X