For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મોદી પેટ્રોલની કિંમત અને ચીન પર બોલતા ડરે છે...' અસદુદ્દીન ઓવૈસીએ પીએમ પર કર્યો કટાક્ષ

AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ AIMIM પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. અસદુદ્દીન ઓવૈસીએ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારા અને ચીનના લદ્દાખમાં બેસવા મુદ્દે પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. ઓવૈસીએ કહ્યુ, 'પીએમ મોદી ક્યારેય પણ બે વસ્તુ વિશે નથી બોલતા, પહેલી પેટ્રોલ અને ડીઝલના કિંમતોમાં વધારા અને બીજી ચીન લદ્દાખમાં આપણા ક્ષેત્રમાં બેઠુ છે. ચીન પર બોલવાથી ડરે છે પીએમ મોદી.'

asaduddin owaisi

'કાશ્મીરમાં લોકો મરી રહ્યા છે અને 24મીએ ભારત-પાકની મેચ થશે'

અસદુદ્દીન ઓવૈસીએ 24 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનાર ટી-20 મેચને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યુ છે. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ, 'પીએમ મોદી, જમ્મુ કાશ્મીરમાં આપણા 9 સૈનિક માર્યા ગયા છે અને 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન ટી20 મેચ થશે.' અસદુદ્દીન ઓવૈસી પહેલા ગિરિરાજ સિંહ અને તારકિશોર પ્રસાદે કહ્યુ હતુ કે 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનની મેચ ન થવી જોઈએ.

આતંકવાદ પર સરકારની કોઈ પૉલિસી જ નથીઃ ઓવૈસી

હૈદરાબાદમાં એક જનસભાને સંબોધિત કરીને અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ, 'કાશ્મીરમાં 370 બાદ મોટા દાવા કરવામા આવી રહ્યા હતા. પરંતુ શું થયુ, શું બધુ ખતમ થઈ ગયુ. પાકિસ્તાન કાશ્મીરમાં લોકોને ટાર્ગેટ કિલિંગ કરી રહ્યા છે. માસૂમ લોકોના જીવ જઈ રહ્યા છે. અમિત શાહ શું કરી રહ્યા છે. આઈબી શું કરી રહી છે. આ બધુ હવા-હવાઈ દાવા છે અને આતંકવાદ પર સરકારની કોઈ પૉલિસી જ નથી.'

તમને જણાવી દઈએ કે ઓક્ટોબરની શરૂઆતથી જ પાકિસ્તાનથી આવેલ આતંકવાદી કાશ્મીરમાં પ્રવાસીઓને નિશાન બનાવીને હત્યાઓ કરાવી રહ્યા છે. અત્યાર સુધી 12 નાગરિકોની હત્યા કરવામાં આવી છે. જેમાં મોટાભાગના પ્રવાસી શ્રમિક હતા. વળી, આતંકવાદીઓ સાથે અથડામણમાં આપણા 9 સૈનિક માર્યા ગયા છે. વળી, 14 આતંકવાદીઓને પણ અથડામણમાં સેનાએ ઠાર માર્યા છે.

English summary
Asaduddin Owaisi says pm modi afraid of speaking on China and petrol and diesel prices
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X