શાર્પશૂટરે કહ્યું આસારામના સાક્ષીઓને માર્યા પછી બાપુએ સાધ્વી આપી ભેટ
સગીર બાળકી સાથે રેપના કેસમાં જેલની હવા ખાતા આસારામ બાપુની મુશ્કેલીઓ ફરી એક વાર વધવાની શક્યતા છે. પોલિસના કહેવા મુજબ આસારામ બાપુના સાક્ષીઓને મોતને ઘાટ ઉતારનાર શાર્પશૂટરને પકડી પાડવામાં પોલિસને મોટી સફળતા મળી છે. અને આ શાર્પશૂટરે પોતાની જાતને આસારામનો ફિદાયીન બતાવ્યો છે. આસારામના કહેવાતા ભક્ત તેવા આ શાર્પશૂટરને સાક્ષીઓની હત્યા કર્યા બાદ તેને આસારામે તેની મનપસંદ સાધ્વીની પસંદગી કરવાનો મોકો પણ આપ્યો છે.
પાછલા કેટલાક સમયથી જમાનત માટે તરસતા આસારામ બાપુને જ્યાં જમાનત નથી મળી રહી ત્યાં પોલિસે જે શાર્પશૂટરને પકડ્યો છે તે આસારામ બાપુને જોધપુરમાં મળવા પણ ગયો હતો તેવી બાતમી પોલિસે આપી છે. ત્યારે કોણ છે આ શાર્પશૂટર જે પોતાને આસારામનો ફિદાયીન કહે છે. અને કેવી રીતે પોતાની મનગમતી સાધ્વીના મેળવવા માટે તેને સગીર સાથે બળાત્કારના કેસ ફસાયેલા આસારામ બાપુના તમામ મહત્વના સાક્ષીઓનો સફાયો કરો તે વિષે જાણો આ સનસનીખેજ આર્ટીકલમાં....

છત્તીસગઢથી પકડાયો શાર્પશૂટર
પોતાને આસારામનો ફિદાયીન કહેનાર અને સગીર રેપ કેસના તમામ મહત્વના સાક્ષીઓની હત્યા કરનાર કાર્તિક નામના આ શાર્પશૂટરને એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે છત્તીસગઢના રાયપુરથી પકડી પાડ્યો છે. પોલિસનું માનીએ તો કાર્તિક ખૂબ જ ખતરનાક છે.

કાર્તિકે કર્યા આસારામ અંગે અનેક ખુલાસા
પોલિસે જણાવ્યું કે કાર્તિકે આસારામને લઇને અનેક ચોંકવનારા ખુલાસા કર્યા છે. કાર્તિકના કહેવા મુજબ તેણે જ્યારે આ કેસના તમામ સાક્ષીઓને એક પછી એક મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે આસારામ ખુબ જ ખુશ થયા હતા.

રાજૂ ચાંડકની મોત
સગીર બળાત્કાર કેસના મુખ્ય સાક્ષી જેણે કબલ્યું હતું કે તેણે આસારામને સગીરા સાથે જોયા હતા તેવા રાજૂ ચાંડક જે આસારામ બાપુના ખુબ જ નજીકના વ્યક્તિ મનાતા હતા તેને જ્યારે કાર્તિકે મારી નાખ્યો ત્યારે આ ખબર સાંભળીને આસારામ ખુબ જ ખુશ થયા હતા.

જ્યારે આસારામે કાર્તિકને પૂછ્યું
એટલું જ નહીં રાજૂ પર હુમલો કર્યા પછી તે આસારામને મળવા પણ ગયો હતો અને કાર્તિકે આસારામ સામે તે વાત કબૂલી પણ હતી કે તેણે જ આ તમામ ખૂન કર્યા છે. ત્યારે આસારામે તેને પુછ્યું હતું તારે શું જોઇએ છે?

ખૂનના બદલામાં સાધ્વી ભેટ
ત્યારે કાર્તિકે કહ્યું કે તે લગ્ન કરવા ઇચ્છે છે અને તેને આસારામની એક સાધ્વી ગમે છે. જે બાદ તે સાધ્વી સાથે કાર્તિકના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

કાર્તિકનો દાવો આને માર્યા છે
કાર્તિકે દાવો કર્યો કે તેને મનગમતી પત્ની મળ્યા પછી તેને આસારામ કેસના તમામ સાક્ષીઓને મારવાનો પ્લાન બનાવ્યો. પોલિસ તપાસમાં તેણે માન્યું કે રાજકોટના અમૃત પ્રજાપતિ, અખિલ ગુપ્તા, કૃપાલ સિંહ જેવા તમામ સાક્ષીઓની મોત તેણે પોતે જ કરી છે.

આસારામને મળ્યો પણ હતો
પોલિસે જણાવ્યું કે કાર્તિક એક વાર જોધપુર જેલમાં આસારામને મળવા પણ ગયો હતો. ત્યારે કાર્તિકના આ ખુલાસા બાદ શું કોર્ટમાં આ તમામ અપરાધો માટે આસારામને જવાબદાર ઠેરવી શકાશે કે કેમ? તે જોવાનું રહ્યું.

બાપ પછી બેટાની કરતૂત વાંચો અહીં
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
