For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં આસારામ બાપુના હોળી કાર્યક્રમ પર પ્રતિબંધ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

asharam-bapu
નવી દિલ્હી, 18 માર્ચ: ધર્મગુરૂ આસારામ બાપુનો વિવાદો સાથે જનમો જનમનો સંબંધ છે. આસારામ બાપુ હરહંમેશ અવનવા વિવાદોને લઇને સમાચાર પત્રો અને ટીવી ચેનલોમાં છવાયેલા રહે છે. આ વખતે આ મામલો મહારાષ્ટ્રનો છે. મહારાષ્ટ્ર એક તરફ દુકાળનો માર સહન કરી રહ્યું છે, લોકો પાણીના ટીપાં-ટીપા માટે વલખા મારી રહ્યાં છે તો બીજી તરફ સંત આસારામ બાપુએ હોળીના નામ પર હજારો લીટર પાણી લોકોના નજર સમક્ષ વહાવી દિધું. નાગપુરના કસ્તૂરચંદ પાર્કમાં આસારામ બાપુએ પોતાના હજારો ભક્તો સાથે હોળી રમી હજારો લીટર પાણીનો વ્યય કર્યો છે.

દુકાળનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રની સંવેદનશીલતાનું આનાથી મોટું ઉદાહરણ કયું હોય શકે? દુકાળનો માર સહન કરી રહેલા મહારાષ્ટ્રમાં હોળીના નામે લાખો લીટર પાનીની બરબાદી સંવેદનશીલતા જ છે. હોળીને આડે હજુ 10 દિવસ બાકી છે પરંતુ આસારામ બાપુએ હોળીના નામ પર પોતાના ભક્તો પર રંગીન પાણીના ફુવારા ઉડાડ્યા હતા. એક તરફ મહારાષ્ટ્રમાં જ્યાં દુકાળ છે, લોકો પાણીની બુંદ બુંદ માટે વલખા મારી રહ્યાં છે ત્યારે હજારો લીટર પાણી હોળીના નામે વહેડાવવામાં આવ્યું.

ભક્ત ભલે સંત દ્રારા વરસાવવામાં આવેલા પાણીને આર્શીવાદ માની રહ્યો હોય પરંતુ નાગપુરની અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ આનો વિરોધ કર્યો છે. એક તરફ લોકો પાણી માટે તરસી રહ્યાં છે ત્યારે દેખાડા માટે હજારો લીટર પાણી વહેવડાવી દેવામાં આવે તે કેટલું યોગ્ય છે. સમિતિના કાર્યકર્તાઓએ કાળા ધ્વજ હાથમાં લઇને આસારામ બાપુ દ્રારા હોળીના નામે વ્યય કરવામાં આવેલા પાણીનો વિરોધ કર્યો છે.

આસારામ બાપુ ભલે પોતાને સંત કહેડાવતા હોય પરંતુ એટલી સમજણ નથી કે લાખો લોકો પાણી માટે તરસી રહ્યાં છે તો કોઇ વ્યક્તિ આટલા પાણીનો બગાડ કેવી રીતે સહન કરી શકે. આ સંતનો વિવાદો સાથે જુનો સંબંધ છે.

પરંતુ સૌથી આશ્રર્યજનક વાત એ છે કે આસારામ બાપુના આ સમારોહમાં ભક્તો સાથે હોળી રમવા માટે પાણીના ટેન્કરોની વ્યવસ્થા નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને કરાવ્યો હતો. આવા સમયે નગરપાલિકાની નિયત પર સવાલો ઉભા થયા છે.

English summary
Asaram Bapu celebrating a pre-Holi function in Nagpur and wastes Thousand liters of water on Holi gathering, Where as Maharastra is Suffering from Drought.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X