For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અશોક ગેહલોતે રાષ્ટ્રપતિ કોવિંદ વિશે આપ્યુ વિવાદિત નિવેદન, 'જાતિના કારણે બનાવાયા રાષ્ટ્રપતિ'

રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા અશોક ગેહલોતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશે ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસે રાષ્ટ્રપતિ કાર્યાલયને પણ વિવાદોમાં લાવી દીધુ છે. તે આ ચૂંટણીની સૌથી મોટી વિવાદિત ટિપ્પણી બની શકે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સીનિયર નેતા અશોક ગેહલોતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વિશે ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. તેમણે આરોપ લગાવ્યો કે કોવિંદની રાષ્ટ્રપતિ પદ પર નિયુક્તિ તેમની જાતિને કારણે થઈ છે. તેમના આ નિવેદનથી એક વાર ફરીથી રાજકીય હોબાળો થવો નક્કી થઈ ગયો છે.

‘ભાજપે કોળી સમાજને ખુશ કરવાની કરી નિયુક્તિ'

રાહુલ ગાંધીના નજીકના મનાતા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે એક મીટિંગમાં કહ્યુ કે ભાજપે રામનાથ કોવિંદને એટલા માટે રાષ્ટ્રપતિ બનાવ્યા હતા જેથી તે વર્ષ 2017માં ગુજરાતમાં થયેલા વિધાનસભા ચૂંટણી પહેલા કોળી સમાજને ખુશ કરી શકે. અશોક ગેહલોતે મીટિંગ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર રાજકારણનું સ્તર નીચે ઉતારવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે આગળ કહ્યુ કે રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવવાનું પગલુ એટલા ઉઠાવવામાં આવ્યુ જેથી ભાજપને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફાયદો મળી શકે. ગુજરાતમાં કોળી સમાજની વસ્તી ખાસ્સી છે જે કોવિંદની છે.

‘કોંગ્રેસ રાષ્ટ્રપતિજીને બદનામ કરી રહી છે'

વળી, ભાજપ તરફથી જીવીએલ નરસિંહ રાવે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યુ કે કોંગ્રેસ શું ગરીબ અને દલિત સમાજમાંથી આવનારા રાષ્ટ્રપતિજીની વિરોધમાં છે. એક કાબિલ વ્યક્તિ અને જ્ઞાની વ્યક્તિ હોવા છતાં સમાજનું નામ લઈને કોંગ્રેસ રાષ્ટ્રપતિજી સાથે આખા સમાજ અને દેશને બદનામ કરી રહી છે.

‘અડવાણી પાછળ છૂટી ગયા'

‘અડવાણી પાછળ છૂટી ગયા'

અશોક ગેહલોતે ગુજરાત ચૂંટણીનો ઉલ્લેખ કરતા કહ્યુ કે કારણકે ગુજરાતમાં ચૂંટણી આવી રહી હતી. તે ગુજરાતમાં ચૂંટણી આવી રહી હતી. તે ગભરાઈ ચૂક્યા હતા કે અમારી (ભાજપ) ની સરકાર ગુજરાતમાં નથી બનવા જઈ રહી. મારુ એવુ માનવુ છે કે રામનાથ કોવિંદજીને રાષ્ટ્રપતિ જાતીય સમીકરણ બેસાડવા માટે બનાવવામાં આવ્યા અને આમાં લાલકૃષ્ણ અડવાણી પાછળ છૂટી ગયા. તેમણે જયપુરમાં એક મીટિંગ દરમિયાન આ વિવાદિત નિવેદન આપ્યુ.

ભાજપે જીતી હતી ગુજરાત ચૂંટણી

ભાજપે જીતી હતી ગુજરાત ચૂંટણી

વર્ષ 2017ના અંતમાં થયેલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી. કોંગ્રેસ સાથે થયેલા આકરા મુકાબલામાં તેમણે 99 સીટો જીતીને બહુમતની સરકાર બનાવી હતી. આ બહુમતનો આંકડો 92 હતો. કોંગ્રેસને 77 સીટો મળી હતી અને તેનું પ્રદર્શન ઘણુ સુધર્યુ હતુ. ગુજરાતમાં કુલ 82 વિધાનસભા સીટો છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 115 અને કોંગ્રેસને 61 સીટો મળી હતી.

ભાજપ નેતાએ પણ મોદી પર લગાવ્યો હતો આરોપ

ભાજપ નેતાએ પણ મોદી પર લગાવ્યો હતો આરોપ

વર્ષ 2014માં સોનિયા ગાંધી સામે ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા સીટથી ચૂંટણી લડનારા અજય અગ્રવાલે આ પીએમ મોદીને પત્ર લખીને આરોપ લગાવ્યો કે ગુજરાત ચૂંટણી જીતવા માટે પાર્ટીના સંસ્થાપક સભ્ય અને સીનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી બલિ લઈ લેવામાં આવી. આખો દેશ ઈચ્છતો હતો તે અડવાણી દેશના આગામી રાષ્ટ્રપતિ બને પરંતુ જ્યારે પાર્ટીને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારના સંકેત મળવા લાગ્યા ત્યારે કોંગ્રેસની પરંપરાગત મતબેંક મનાતા કોળી સમાજને પોતાના પક્ષમાં કરવા માટે રામનાથ કોવિંદજીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા.

આ પણ વાંચોઃ કુમારસ્વામીની ભાજપ નેતાએ ઉડાવી મજાક, '100 વાર ન્હાશે તો પણ ભેંસ જેવા જ દેખાશે'આ પણ વાંચોઃ કુમારસ્વામીની ભાજપ નેતાએ ઉડાવી મજાક, '100 વાર ન્હાશે તો પણ ભેંસ જેવા જ દેખાશે'

English summary
Ashok Gehlot says Ram Nath Kovind was appointed President because of his caste
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X