ફિલ્મ નિર્માતા અશોક પંડિતે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાન, પરીક્ષા પણ નકલ કરીને પાસ કરી હશે

બૉલિવુડ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.

બૉલિવુડ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કોંગ્રેસ નેતા અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યુ કે રાહુલ ગાંધીએ પરીક્ષા પણ નકલ કરીને પાસ કરી હશે. વાસ્તવમાં રાહુલ ગાંધી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં શામેલ નહોતા થયા. આ વાત વિશે અશોક પંડિતે એક ટ્વિટ કર્યુ છે, જેમાં તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. અશોક પંડિતે પોતાના ટ્વિટ સાથે એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે.

rahul gandhi

અશોક પંડિતે ટ્વિટમાં લખ્યુ છે, મને એ વાતનો પૂરો વિશ્વાસ છે કે રાહુલ ગાંધીએ પરીક્ષા પણ નકલ કરીને પાસ કરી હે જે પણ ધોરણમાં હશે. કારણકે તે ક્લાસ ચોક્કસથી બંક કરતા હશે. બરાબર એ જ રીતે તે ક્યારેય ડિફેન્સ મીટિંગમાં પણ નથી ગયા અને બેશરમોની જેમ લેક્ચર આપવા ઈચ્છે છે.' અશોક પંડિતના આ ટ્વિટ પર કોઈએ તેમનુ સમર્થન કર્યુ તો કોઈકને તેમનુ આ કહેવુ ન ગમ્યુ. વળી, કોઈએ તેમના આ ટ્વિટ પર કટાક્ષ કર્યો.

એક યુઝરે કહ્યુ, 'પંડિતજી તમે કેવી કેવી વાતો કરો છો, હજુ તો તે બાળક છે, ઘણી ઉંમર બાકી છે શીખવાની બાદમાં શીખી લેશે. અત્યારે તો કોપી આવી જાય છે કે શું બોલવાનુ છે અને શું ટ્વિટ કરવાનુ છે.' એક અન્ય યુઝરે કહ્યુ, 'ભક્તિ રસ કેટલા પ્રશ્ન કરશો ભાઈ.. લિમિટમાં.' એક અન્ય યુઝરે લખ્યુ, 'અરે ગયા વર્ષે તેમણે કૉલેજથી ડ્રૉપ આઉટ કરી લીધુ હતુ.' વળી, એક યુઝરે મજાકમાં કહ્યુ, 'આમ પણ મીટિંગ અટેન્ડ કરતા તો પણ શું? સમોસા ખઈે સાથે ચા પીને મીટિંગ રૂમના પડદાથી હાથ લૂછીને આવી જતા.'

તમને જણાવી દઈએ કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડીએ પણ ટ્વિટ કરીને કહ્યુ, 'રાહુલ ગાંધી રક્ષા બાબતોની સ્થાયી સમિતિની એક પણ બેઠકમાં શામેલ નથી થયા પરંતુ દુખની વાત છે કે તે સતત દેશને હતોત્સાહિત કરી રહ્યા છે અને સેનાની વીરતા પર સવાલ ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધી એ દરેક વસ્તુ કરી રહ્યા છે જે વિપક્ષના કોઈ જવાબદાર નેતાએ ન કરવુ જોઈએ.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X