For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assam flood: આસામમાં પૂરથી અત્યાર સુધી 36 લોકોના મોત, દીમા હસાઓ માટે 50 કરોડના રાહત પેકેજનુ એલાન

આસામમાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધી 36 લોકોના જીવ ગયા છે અને પૂરના કારણે અત્યાર સુધી કુલ 2,90,749 લોકો પ્રભાવિત થયા છે.

|
Google Oneindia Gujarati News

ગુવાહાટીઃ ભારે વરસાદના કારણે આસામમાં આવેલા ભીષણ પૂરની સ્થિતિમાં મંગળવારે સુધારો થયો કારણકે રાજ્યની બધી નદીઓ હવે જોખમના નિશાન નીચે વહી રહી છે. જો કે, રાજ્યમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી(ASDMA)ના રિપોર્ટ મુજબ પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધી 36 લોકોના જીવ ગયા છે અને પૂરના કારણે અત્યાર સુધી કુલ 2,90,749 લોકો પ્રભાવિત થયા છે.

3.07 લાખથી વધુ લોકોનુ જીવન થયુ પ્રભાવિત

3.07 લાખથી વધુ લોકોનુ જીવન થયુ પ્રભાવિત

નાગાંવ પૂરના કારણે સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. પૂરને કારણે 3.07 લાખથી વધુ લોકોનુ જીવન પ્રભાવિત થયુ છે. તે પછી કચરમાં 99,060 લોકો અને મોરીગાંવમાં 40,843 લોકો પ્રભાવિતલ થયા છે. અહેવાલો મુજબ ઓછામાં ઓછા 25,372 લોકોએ 88 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે જ્યારે ચાર રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત છે. કચરમાં રાહત શિબિરોમાં સૌથી વધુ 21,721 લોકો છે. જ્યારે નાગાંવમાં આવી અસ્થાયી સુવિધાઓમાં 3,546 લોકો છે.

401 ગામો પાણીમાં ડૂબી ગયા

401 ગામો પાણીમાં ડૂબી ગયા

હાલમાં રાજ્યના પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 401 ગામો પાણીમાં ડૂબી ગયા છે અને 16,562 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયુ છે. કચર, દિમા હસાઓ અને ઉદલગુરીમાં પાળા, રસ્તા, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓને પણ પૂરના પાણીથી નુકસાન થયુ છે. જ્યારે કુલ 1,55,269 પાળેલા પ્રાણીઓ પૂરને કારણે પ્રભાવિત થયા છે.

50 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત

50 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત

પૂરના કારણે થયેલા ભૂસ્ખલનને કારણે રેલ્વેના પાટા નીચેથી જમીનનો મોટો હિસ્સો ધોવાઈ ગયો હતો. જેના કારણે ટ્રેકને નુકસાન થયુ હતુ અને રેલ્વે ટ્રાફિકને પણ અસર થઈ હતી. આસામના મુખ્યમંત્રીએ પૂરથી પ્રભાવિત દિમા હસાઓ જિલ્લા માટે 50 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે 25 મેના રોજ મુખ્યમંત્રી સરમાએ દિમા હસાઓ જિલ્લાની મુલાકાત લીધી હતી. સરમાએ રાહત શિબિરોના લોકો સાથે વાતચીત કરી હતી અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનની સમીક્ષા પણ કરી હતી.

English summary
Assam flood: CM Himata Biswa Sarma announces Rs.50 crore relief for dima hasao, read details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X