
આસામ સરકારે લીધો મહત્વનો નિર્ણય, બે થી વધારે બાળકો હશે તો નહી મળે સરકારી નોકરી
આસામ સરકારની કેબિનેટની સોમવારે બેઠક મળી હતી. આ બેઠકમાં કેબિનેટે નિર્ણય લીધો છેકે આસામમાં 2થી વધારે બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરીની અરજી માટે અયોગ્ય માનવામાં આવશે. આ કાયદો જાન્યુઆરી 2021થી લાગુ કરવામાં આવશે. આસામના મુખ્યમંત્રી સર્બાનંદ સોનેવાલના જનસંપર્ક વિભાગ દ્વારા એક પ્રેસ રીલિઝ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છેકે એક જાન્યુઆરી 2021 પછીથી 2 થી વધારે બાળકો ધરાવનાર વ્યક્તિને સરકારી નોકરી મળશે નહી. નોકરી માટે અરજી કરતા નવા લોકો પર જ આ નિયમ લાગુ પડશે, ચાલુ નોકરી વાળાને આ નિયમ અસર કરશે નહી.
આસામ કેબિનેટની બેઠકમા નવી ભુમિનીતિને પણ મંજુરી આપવામાં આવી છે. આ આદેશ મુજબ આસામના મુળ નિવાસી જેમની પાસે જમીન નથી તેમને 3 વિઘા જમીન ખેતી માટે અને અડધો વિઘો જમીન મકાન માટે આપવામાં આવશે. આ સ્કિમ અંતર્ગત મળેલ જમીનનો લાભાર્થી 15 વર્ષ સુધી આ જમીન વેચી શકશે નહી. આ ઉપરાંત બેઠકમાં બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે થોડા સમયથી વસ્તી વધારા પર કાબુ રાખવા માટે ઘણા પ્રકારના પ્રતિબંધોની માંગ ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે લાલ કીલ્લેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં વસ્તી વધારા ઉપર વાત કરી હતી અને નાના પરીવારને બહેતર ગણાવ્યો હતો. આ ઉપરાંત બાબ રામદેવા પણ આ પ્રકારની માંગ કરી હતી.
આ પણ વાંચો: મિશન ચંદ્રયાન-1ને આજે 11 વર્ષ પૂરાં, રચ્યો હતો આ ઈતિહાસ