આસામ સરકારનો મોટો નિર્ણય, હિમંતા સરમાની કેબિનેટે નાબૂદ કર્યો મુસ્લિમ મેરેજ-ડિવૉર્સ રજિસ્ટ્રેશન એક્ટ
Assam Muslim Marriages, Divorce registration Act: આસામ કેબિનેટે શુક્રવારે રાજ્યમાં રહેતા મુસ્લિમો દ્વારા લગ્ન અને છૂટાછેડાની નોંધણી સંબંધિત 89 વર્ષ જૂના કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાની હેઠળની કેબિનેટે આસામમાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી કાયદાને રદ કરવાની મંજૂરી આપી છે.

આ માહિતી આપતા પર્યટન મંત્રી જયંત મલ્લ બરુઆએ કહ્યું કે, અમારા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પહેલા જ કહ્યું હતું કે આસામ સમાન નાગરિક સંહિતા લાગુ કરશે. આજે અમે આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ, 1935ને રદ કરવાનો નિર્ણય કરીને તે પ્રવાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
ઉલ્લેખનીય છે કે આ કાયદામાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા માટે સ્વૈચ્છિક નોંધણીની જોગવાઈ હતી. પરંતુ હવે સરકારના આ નવા નિર્ણય બાદ આસામમાં રહેતા મુસ્લિમો આ કાયદા હેઠળ મુસ્લિમ લગ્ન અને તલાકની નોંધણી કરાવી શકશે નહીં.
પર્યટન મંત્રી જયંત મલ્લ બરુઆએ જણાવ્યું હતું કે, "અમારી પાસે પહેલેથી જ એક વિશેષ લગ્ન અધિનિયમ છે અને આ સરકાર ઈચ્છે છે કે તમામ લગ્નો સમાન જોગવાઈઓ હેઠળ નોંધવામાં આવે. આ નિર્ણયનો અર્થ એ છે કે આસામમાં હવે આ કાયદા હેઠળ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી શક્ય નહીં બને.
જયંત મલ્લ બરુઆએ એમ પણ કહ્યું કે, "હાલમાં 94 અધિકૃત વ્યક્તિઓ છે જેઓ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરાવી શકે છે. પરંતુ કેબિનેટના નિર્ણય સાથે, જિલ્લા સત્તાવાળાઓ તેના માટે સૂચનાઓ જાહેર કર્યા પછી તેમની સત્તા સમાપ્ત થઈ જશે. આ વ્યક્તિઓ લગ્ન અને છૂટાછેડાની નોંધણી કરીને આજીવિકા મેળવતા હોવાથી, રાજ્ય કેબિનેટે તેમને દરેકને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્ણય લીધો છે."












Click it and Unblock the Notifications
