For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આસામ રેપ ફેસ્ટિવલ'ના નામે USની વેબસાઇટે ભારતની આબરૂ લૂંટી

|
Google Oneindia Gujarati News

ગુવાહાટી, 10 નવેમ્બર : તાજેતરના દિવસોમાં ભારતનું પૂર્વ દિશામાં આવેલું રાજ્ય આસામ ભારે ચર્ચામાં છે. આસામના પાટનગર ગુવાહાટીમાં હાઇકોર્ટ દ્વારા સીબીઆઇની બંધારણીયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. આ બાબતે ભારે ચર્ચા જગાવી છે. હવે આસામ રેપ ફેસ્ટિવલને કારણે ચર્ચામાં છે.

અમેરિકાની એક નાની વેબસાઇટ દ્વારા આસામ રેપ ફેસ્ટિવલ નામે એક કાલ્પનિક મહોત્સવ અંગેના સમાચારને ચલાવીને દુનિયાભરમાં વાહવાહી તો મેળવી લીધી છે પણ બીજી તરફ ભારતની આબરૂના લીરે લીરા ઉડાડવાનો પ્રયત્ન કર્યો છે. આ કાલ્પનિક અહેવાલને શેર કરનારા 1 લાખ 20 હજાર લોકોમાં અનેક ભારતીયોનો પણ સમાવેશ થાય છે.

આગળ સ્લાઇડ પર ક્લિક કરીને જાણો શું લખ્યું છે વેબસાઇટના ન્યુઝ રિપોર્ટમાં આસામ રેપ ફેસ્ટિવલ વિશે...

ભારત માટે શું અપમાનજનક લખાયું છે?

ભારત માટે શું અપમાનજનક લખાયું છે?


ભારત માટે આનાથી મોટું અપમાન બીજું શું હોઇ શકે કે આવા કાલ્પનિક રેપ ફેસ્ટિવલના અહેવાલમાં ભારતીયોની આસ્થાના પ્રતીક સમાન કુંભ મેળાના નાગા બાવાઓની તસવીર લગાવવામાં આવી છે. આ તસવીરમાં નાગા સાધુઓ ગંગામાં ડુબકી લગાવી રહ્યા છે. વેબસાઇટે આ નાગા સાધુઓને બળાત્કારીઓ તરીકે રજૂ કર્યા છે. સાથે લખ્યું છે કે આવી રીતે મનાવવામાં આવે છે રેપ ફેસ્ટિવલ.

કિશોરીઓ સાથે રેપનો ઉત્સવ

કિશોરીઓ સાથે રેપનો ઉત્સવ


3 નવેમ્બરના રોજ અમેરિકાની વેબસાઇટ નેશનલ રિપોર્ટ ડોટ નેટ દ્વારા એક સમાચાર પ્રકાશિત કર્યા હતા. જેનું હેડિંગ હતું આસામ રેપ ફેસ્ટિવલ. આ ન્યુઝ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સદીઓથી આસામમાં રેપ ફેસ્ટિવલ યોજવામાં આવે છે. જેમાં સેંકડો યુવતીઓ પર બળાત્કાર યોજવામાં આવે છે. તેમાં લખવામાં આવ્યું હતું કે હજી પણ તમારી પાસે 7થી 16 વર્ષની કુંવારી છોકરીઓ પાસે ભાગી જવાની તક છે. જો આ કિશોરીઓ ભાગવામાં સફળ ના થઇ તો તેમની સાથે બળાત્કાર કરવામાં આવશે.

રિપોર્લેટમાં ખકનું નામ નહીં

રિપોર્લેટમાં ખકનું નામ નહીં


આ ન્યુઝ આર્ટિકલ અંદાજે એક સપ્તાહ પહેલા પોસ્ટ કરવામાં આવ્યો છે. જો કે પોસ્ટ કોણે કર્યો છે તે અંગે કોઇ વિગતો આપવામાં આવી નથી. આવી રીતે વેબસાઇટ કોઇ પણ આધાર વિના, બેજવાબદારીપૂર્વક કેવી રીતે ન્યુઝ રિપોર્ટ પોસ્ટ કરી શકે તે અંગે પ્રશ્નો ઉઠ્યા છે.

ભારતના અન્ય રાજ્યોના પણ નામ

ભારતના અન્ય રાજ્યોના પણ નામ


વેબસાઇટે એમ પણ લખ્યું છે કે બળાત્કાર એક સપ્તાહ બાદ શરૂ થવાનો છે. પણ લોકોએ આ ફેસ્ટિવલની ઉજવણી અત્યારથી શરૂ કરી દીધી છે. આ ફેસ્ટિવલ જ્યાં મનાવવામાં આવે છે તેમાં આસામ ઉપરાંત ભારતના અન્ય રાજ્યોના નામ પણ લખવામાં આવ્યા છે.

ફેસ્ટિવલનો ઇતિહાસ

ફેસ્ટિવલનો ઇતિહાસ


તેમાં ફેસ્ટિવલનો કાલ્પનિક ઇતિહાસ પણ આપવામાં આવ્યો છે. તે વિશે લખવામાં આવ્યું છે કે આ ફેસ્ટિવલનો આરંભ બીસી 43માં કરવામાં આવ્યો હતો. તે સમયે બાલકૃષ્ણ તમિલનાડુએ પોતાના ધૂમધૂમા નામના ગામની તમામ મહિલાઓ સાથએ બળાત્કાર કર્યો હતો.

રેપિસ્ટ નંબર વનને ટ્રોફી

રેપિસ્ટ નંબર વનને ટ્રોફી


બાલકૃષ્ણ તમિલનાડુને આસામના રેપ ફેસ્ટિવલમાં દર વર્ષે યાદ કરવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. સૌથી વધારે બળાત્કાર કરનારને બાલકૃષ્ણના નામની ટ્રોફી પણ આપવામાં આવે છે.

આસામના લોકોનો વિરોધ

આસામના લોકોનો વિરોધ


આ કાલ્પનિક સમાચારમાં આસામનું નામ આવતા રાજ્યના લોકો નારાજ થયા છે અને આવું લાંછન લગાવવા બદલ વિરોધ પ્રદર્શિત કર્યો છે. લોકોએ જણાવ્યું છે કે આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે અને ફેસ્ટિવલ સંપૂર્ણ રીતે કાલ્પનિક છે.

વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવા માંગણી

વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવા માંગણી


આસામના લોકોએ ભારત સરકાર પાસે માંગણી કરી છે કે અમેરિકા સરકાર સાથે વાત કરીને તેઓ આ પ્રકારના ખોટા સમાચાર આપતી વેબસાઇટ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરે. આ વેબસાઇટ આ પહેલા પણ આ પ્રકાર લેખ પ્રકાશિત કરી ચૂકી છે. ત્યારે તેના નિશાન પર પંજાબ હતું. આસામ પોલીસે આ વેબસાઇટના માલિક સાથે સીધી વાત કરવાની વાત કરી છે.

ભારત સરકાર શું પગલાં લેશે?

ભારત સરકાર શું પગલાં લેશે?


આ મુદ્દે ભારતીયો અને ખાસ કરીને આસામના લોકોને ઇંતેજારી છે કે આવા ગંભીર મુદ્દે અને ભારતીય સંસ્કૃતિ પર પ્રહાર કરવા બદલ ભારત સરકાર કેવા પગલાં ભરે છે.

English summary
Assam rape festival article in US website is insulting India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X