For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારી મદરસા અને સંસ્કૃત પાઠશાળાઓ બંધ કરવાની તૈયારીમાં અસમ સરકાર

અસમ સરકારે રાજ્યમાં બધી સરકારી મદરસા અને સંસ્કૃત પાઠશાળોને બંધ કરવાની તૈયારી કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

દિસપુરઃ અસમ સરકારે રાજ્યમાં બધી સરકારી મદરસા અને સંસ્કૃત પાઠશાળોને બંધ કરવાની તૈયારી કરી દીધી છે. શુક્રવરે આ વિશે માહિતી રાજ્યના શિક્ષણ તેમજ નાણામંત્રી હેમંત બિસ્વ સરમાએ આપી. તેમણે કહ્યુ કે સાર્વજનકિ ધનનો ઉપયોગ સરકાર ધાર્મિક શાસ્ત્ર ભણાવવા માટે ખર્ચ ન કરી શકે. સરમાએ કહ્યુ કે અમે પહેલા જ આ અંગે વિધાનસભામાં માહિતી આપી દીધી હતી કે સરકારી ધનથી કોઈ ધાર્મિક શિક્ષણ નહિ થાય.

assam

તેમણે જણાવ્યુ કે આ અંગે રાજ્ય સરકાર નવેમ્બરમાં ઔપચારિક રીતે અધિસૂચના જારી કરશે. વળી, માહિતી એ પણ છે કે મદરસા બંધ થયા બાદ 48 શિક્ષક ખાલી થશે જેમને શિક્ષણ વિભાગ હેઠળની સ્કૂલોમાં સ્થાનાંતરિત કરવામાં આવી શકે છે. વળી, બીજી તરફ અસમ સરકારના આ નિવેદન પર AIUDFના પ્રમુખ અને લોકસભા સાંસદ બદરુદ્દીન અજમલે કહ્યુ કે જો ભાજપની રાજ્ય સરકારી મદરસા બંધ કરી દેશે તો તેમની સરકાર તેમને ફરીથી ખોલી દેશે.

આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પ્રસ્તાવિત છે. તેમની પાર્ટી બહુમતથી આવી તો સરકારના બંધ કરેલા બધા મદરસા ફરીથી ખોલી દેશે. ઉલ્લેખનીય છે કે અસમમાં 614 મદરસા સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે. વળી, પ્રાઈવેટ મદરસા 900 છે. લગભગ બધા મદરસા જમીઅલ ઉલ્મા તરફથી ચલાવવામાં આવે છે. વળી, રાજ્યમાં લગભગ 100 સંસ્કૃત સંસ્થા સરકારી અને 500 પ્રાઈવેટ છે. દર વર્ષે સરકાર મદરસાઓ પર 3થી 4 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. વળી, સંસ્કૃત સંસ્થાઓ પર દર વર્ષે લગભગ 1 કરોડ રૂપિયા ખર્ચ થાય છે.

'તુમ્બાડ'ના ક્રિએટીવ ડાયરેક્ટર આનંદ ગાંધીએ રહસ્ય કર્યુ શેર!'તુમ્બાડ'ના ક્રિએટીવ ડાયરેક્ટર આનંદ ગાંધીએ રહસ્ય કર્યુ શેર!

English summary
Assam to close down state-run Madrasas, Sanskrit schools.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X