For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Assembly Election Result: યુપી, પંજાબ સહિત 5 રાજ્યોના રિઝલ્ટ પર બધાની નજર, મતગણતરી આજે, વાંચો 10 ખાસ વાતો

Assembly Election Result: યુપી, પંજાબ સહિત 5 રાજ્યોના રિઝલ્ટ પર બધાની નજર, મતગણતરી આજે, વાંચો 10 ખાસ વાતો

|
Google Oneindia Gujarati News

Assembly Elections 2022: ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર,પંજાબ અને ગોવામાં કોવિડ 19 દિશાનિર્દેશોનું પાલન કરતાં ગુરુવારે (10 માર્ચ) સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થશે અને બપોર સુધી સ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવના છે. આ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી સાત તબક્કામાં 10 ફેબ્રુઆરીથી સાત માર્ચ દરમિયાન થયાં હતાં.

counting

મતગમતરી સાથે જોડાયેલી ખાસ વાતો

  • પંજાબ રાજ્યની વિધાનસભા ચૂંટણી બાદ હવે અહીં ગુરુવારે મતગણતરી થશે જેના માટે 50 હજારથી વધુ અધિકારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. પ્રક્રિયાની દેખરેખ માટે પાંચ રાજ્યોમાં 650થી વધુ મતગણતરી સુપરવાઇઝર તેનાત કરવામાં આવ્યા છે.
  • આઝાદ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં વોટિંગ થયું હતું, અહીં 403 વિધાનસભા સીટ છે. ઉત્તરાખંડમાં 70, પંજાબમાં 117, મણિપુરમાં 60 અને ગોવામાં 40 વિધાનસભા સીટો માટે મતદાન થયું છે.
  • મતગણતરી માટે લગભગ 1200 મતગણતરી હૉલ બનાવવામાં આવ્યા છે જ્યાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી પરિણામ નોંધવામાં આવશે.
  • આયોગના દિશા-નિર્દેશો મુજબ મતગણતરીની પ્રક્રિયા પહેલાં અને પછી મતગણતરી કેન્દ્રોને સેનિટાઈઝ કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટેન્સિંગની ગાઈડલાઈનને સુનિશ્ચિત કરવા માટે હવાના ઉચિત પ્રવાહ, બારીઓ અને એકઝોસ્ટ ફેન સાથે મતગણતરી હૉલ પર્યાપ્ત રૂપે મોટા હોવા જોઈએ.
  • ફુલ વેક્સીનેશન છતાં જો કોઈને તાવ અથવા શરદી જેવા કોવિડના લક્ષણ હોય તો તેને કાઉન્ટિંગ સેન્ટરમાં પ્રવેશની મંજૂરી આપવામાં નહીં આવે. પ્રત્યેક મતગણતરી અધિકારી અને સુરક્ષા કર્મીઓને માસ્ક, સેનિટાઈઝર, ફેસ શીલ્ડ અને હાથના મોજાં પ્રદાન કરવામાં આવશે.
  • જે પાંચ રાજ્યો- ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર અને પંજાબમાં ચૂંટણી થઈ રહી છે, ત્યાં પંજાબને છોડી બાકીના ચારેય રાજ્યોમાં ભાજપની સરકાર બનવાના મજબૂત દાવો મનાઈ રહ્યો છે.
  • સાત માર્ચે અંતિમ તબક્કાના મતદાન બાદ Exit Pollsના અનુમાન પણ સામાન્ય રીતે ભાજપના પક્ષમાં છે. જો કે ઉત્તરાખંડ અને ગોવામાં સીટો માટે આકરા સંઘર્ષનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
  • દેશના રાજકારણમાં અગ્રણી ભૂમિકા નિભાવતા યુપીના પોલ ઑફ એક્ઝિટ પોલ્સ (ત્રણેય એજન્સીઓના એક્ઝિટ પોલની એવરેજ) મુજબ ભાજપ અને સહયોગી પાર્ટી 232 સીટો પર જીત હાંસલ કરતી જોવા મળી રહી છે, કોંગ્રેસને 4 અને બસપાને 17 સીટો પર સફળતા મળવાનું અનુમાન છે જ્યારે સમાજવાદી પાર્ટી અને તેના સહયોગી 150 સીટ હાંસલ કરી શકે છે.
  • પોલ ઑફ એક્ઝિટ પોલ્સ મુજબ પંજાબમાં આમ આદમી પાર્ટીને બહુમત મળી શકે છે. તેમને 70ની આસપાસ સીટ મળી શકે છે અને હાલ કોંગ્રેસે માત્ર 25 સીટોથી સંતોષ કરવો પડી શકે છે. પંજાબમાં જ ભાજપનું સૌથી ખરાબ પ્રદર્શન રહેવાની સંભાવના છે.
  • ઉત્તરાખંડમાં પોલ ઑફ એક્ઝિટ પોલ્સ મુજબ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. મોટાભાગના અનુમાનો મુજબ ઉત્તરાખંડમાં ભાજપ સૌથી વધુ સીટ જીતી શકે છે. ગોવામાં પણ પોલ ઑફ એક્ઝિટ પોલ્સ મુજબ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળી શકે છે અને બંને જ પાર્ટીઓ બહુમતથી દૂર રહી શકે છે. જો કે અનુમાનો મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવશે. પોલ ઑફ એક્ઝિટ પોલ્સ મુજબ મણિપુરમાં સત્તારૂઢ ભાજપ બીજીવાર સરકાર બનાવવાનો મોકો મેળવી શકે છે, અને કોંગ્રેસને ભાજપની સરખામણીએ લગભગ અડધી સીટો પર જ જીત મળી શકે છે.
English summary
Assembly Election Result: Counting for 5 states begins today, 10 important points in gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X