For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પ્રચારમાં કોરોના નિયમોની અનદેખી પર ભડક્યુ ચૂંટણી પંચ, કહ્યુ - માસ્કમાં ન દેખાયા નેતા તો રોકી દેશે રેલી

નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કોરોના ગાઈડલાઈન્સનુ પાલન ન કરવા પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરવાની વાત કહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેર દેશમાં બેકાબુ થતી દેખાઈ રહી છે. આ સપ્તાહે ત્રણ દિવસ એક લાખથી વધુ દૈનિક નવા કેસ સામે આવી ચૂક્યા છે. એવામાં ચૂંટણી પંચ પણ કોરોનાના વધતા કેસોને લઈને કડક થઈ ગયુ છે. વિધાનસભા ચૂંટણી 2021 માટે પ્રચાર કરી રહેલ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા કોરોના ગાઈડલાઈન્સનુ પાલન ન કરવા પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરવાની વાત કહી છે.ચૂંટણી પંચે કહ્યુ છે કે ચૂંટણી રેલીઓ અને જનસભાઓ દરમિયાન સ્ટાર પ્રચારકો, નેતાઓ અને કાર્યકર્તાઓએ માસ્ક પહેરવુ અનિવાર્ય છે અને તેનુ ગંભીરતાથી પાલન થવુ જરૂરી છે. વિધાનસભા ચૂંટણી 2021માં શામેલ બધા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના નેતાઓને ચૂંટણી પંચે એક પત્ર લખીને જણાવ્યુ છે કે તે કેવી રીતે કોરોના ગાઈડલાઈન્સનુ પાલન નથી કરી રહ્યા. પત્રમાં ચૂંટણી પંચે સ્ટાર પ્રચારકો અને નેતાઓના માસ્ક ન પહેરવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે.

amit shah

ચૂંટણી પંચે પોતાના પત્રમાં લખ્યુ છે કે હાલમાં અમુક સપ્તાહમાં જોવામાં આવ્યુ છે કે દેશમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કોરોનાના વધતા કેસો વચ્ચે જોવામાં આવ્યુ છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ કોવિડ-19 દિશા-નિર્દેશોની અવગણના કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટંસીંગ અને માસ્ક પહેરવામાં આવ્યુ નથી. પત્રમાં પંચે લખ્યુ છે કે સ્ટાર પ્રચારક, રાજકીય નેતા, ઉમેદવારોની ચૂંટણી સભા દરમિયાન મંચ પર કોવિડ-19 પ્રોટોકૉલનુ પાલન નથી કરી રહ્યા, માસ્ક નથી પહેરી રહ્યા. જનતા આવી ચૂંટણી સભામાં ભાગ લઈ રહી છે જેમાં કોરોના નિયમોનુ કોઈ પાલન કરવામાં નથી આવી રહ્યુ જેનાથી સંક્રમણનુ ગંભીર જોખમ થઈ શકે છે. માત્ર જનતા જ નહિ પરંતુ રાજકીય દળોના નેતાઓ અને ઉમેદવારોના પણ મોટી સંખ્યામાં સંક્રમિત થવાનુ જોખમ છે.

ચૂંટણી પંચે પત્રમાં સલાહ આપી છે કે રાજકીય નેતા, ઉમેદવારે જે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, કોરોના નિયંત્રિત કરવા માટે પોતાની સામાજિક ફરજનુ પાલન કરે. રેલીમાં ખુદ પણ માસ્ક પહેરે અને આવેલા લોકોને પણ માસ્ક પહેરવા માટે કહે. સોશિયલ ડિસ્ટંસીંગ અને ભીડને નિયંત્રિત કરવાના ઉપાય પણ કરે. પત્રના અંતમાં ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યુ છે કે કોરોના નિયમોનુ ઉલ્લંઘન થવા પર ઉમેદવારો, સ્ટાર પ્રચારકો અને નેતાઓનુ જનસભાઓ અને રેલીઓ પર રોક લગાવવામાં કોઈ સંકોચ કરવામાં આવશે નહિ. એ સ્પષ્ટ કરવામાં આવ્યુ કે પંચ હવે નિર્દેશોને અવગણનાર લોકો સામે કાર્યવાહી કરશે.

કોરોનાના કારણે ચીનના યુવાનોને સતાવી રહ્યો છે મોતનો ડરકોરોનાના કારણે ચીનના યુવાનોને સતાવી રહ્યો છે મોતનો ડર

English summary
Assembly Elections 2021: All political parties to follow Coronavirus norms said Election Commission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X