For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Atiq Ahamad Murder Case : પહેલાથી જ નક્કી હતો હત્યાકાંડનો પ્લાન? અતીકને 8 અને અસરફને મારી 6 ગોળી

|
Google Oneindia Gujarati News

Atiq Ahamad Murder Case : કેલ્વિન હોસ્પિટલમાં શનિવારની રાત્રે સાડા દસ કલાકે જે થયું એને જોઇને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. પોલીસના સુરક્ષા ધેરા વચ્ચે માફિયા અતીક અહેમદ અને તેના ભાઇ અસરફને જે રીતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, તે એક ચોંકાવનારી ઘટના હતી. પહેલાથી જ શુટરોના ટારગેટ પર અતીક-અસરફ હતા.

શુટરો દ્વારા બંનેને જીવતા નહીં છોડવાનો નિર્ણય લઇ લેવામાં આવ્યો હતો. ઘટનાક્રમ વિશે વાત કરીએ તો, કેલ્વિન હોસ્પિટલની બહાર ધુમનગંજ પોલીસની જીપ ઉભી છે. પોલીસકર્મીઓ અતીક અને અશરફને પાછળથી નીચે ઉતારે છે. જે બાદ તેઓ માત્ર 20-25 ડગલાં ચાલે છે, ત્યાં ફાયરિંગ શરૂ થાઇ જાય છે. અતીક અને અશરફ જ્યાં ઉભા છે, ત્યાં જમીન પર ઢળી પડે છે.

Atiq Ahamad Murder Case

ઝડપથી થઈ રહ્યું હતું ફાયરિંગ

જે બાદ પોલીસકર્મીઓ પીછેહઠ કરે છે અને શૂટરો બંનેને ત્રણેય બાજુથી ઘેરી લે છે અને ઝડપથી ગોળીબાર શરૂ કરે છે. આ દરમિયાન ત્રણેય શૂટર્સ એકબીજા સાથે બોલતા પણ નથી, માત્ર અતીક અને અશરફ પર ગોળીઓ વરસાવતા રહે છે. જ્યારે તેમને ખાતરી થાય છે કે, તેમના બંને શરીર ઠંડા થઈ ગયા છે, ત્યારે તેઓ તેમની પિસ્તોલ જમીન પર ફેંકી દે છે અને હાથ ઊંચા કરીને સરન્ડર કરે છે.

થોડીવાર પહેલા તેમની પાછળ આવી રહેલી પોલીસે ત્રણેયને પકડી લીધા હતા. ત્રણેયને બહાર પાર્ક કરેલી જીપમાં બેસાડીને પોલીસ વિલંબ કર્યા વિના જતી રહે છે. આ સમગ્ર ઘટનાને લગભગ ત્રણ મિનિટનો સમય લાગ્યો હતો. હવે આ સમગ્ર ઘટના પર નજર કરીએ, તો જાણવા મળે છે કે, ત્રણેય શૂટરોએ અતીક અને અશરફને જીવતા ન છોડવાનો નિર્ણય કરી લધો હતો.

ગોળી લમણા પર, છાતી અને ગળા પાસે મારવાની છે, જેથી બચવાની કોઈ આશા ન રહે. એટલું જ નહીં, આ ગોળીબાર ત્યાં સુધી કરવામાં આવ્યો હતો, જ્યાં સુધી પિસ્તોલ ખાલી ન થઇ.

ટ્રેનિંગ લઈને આવ્યા હતા શૂટર્સ?

અતીક અને અશરફને ગોળી મારતી વખતે ત્રણેય શૂટરોના સ્ટેપ બાય સ્ટેપ ખસતાં હતાં. આવું એટલા માટે કરવામાં આવે છે, જેથી કોઈ તેમને પકડી ન શકે. તેમણે શું મારવાનું છે, તે જોઈને તેઓ પોતાની ચાલ બદલતા રહ્યા. આ ત્યારે જ શક્ય બને છે, જ્યારે શાર્પ શૂટર આવી ટ્રેનિંગ આપે.

આ ઘટનામાં એક વાત એ પણ નોંધનીય છે કે, ઉમેશ પાલ અને બે સુરક્ષાકર્મીઓની હત્યામાં જ્યારે અસદ અને ગુલામ મોહમ્મદે પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું, ત્યારે પણ તેમની હિલચાલ સમાન હતી. ફાયરિંગ કરતી વખતે તે પણ પાછળ-પાછળ ફરતો હતો. ઉમેશ પાલ અને સુરક્ષાકર્મીઓ પોતાની દિશા બદલી નાખે તો અસદ અને ગુલામ પણ ક્ષણભરમાં પોતાનું સ્થાન બદલતા જોવા મળ્યા હતા.

માફિયા અતીક અને અશરફના મૃતદેહ કેલ્વિન હોસ્પિટલમાં ગોળીઓ વિંધેલી હાલતમાં લઇ જવાયા હતા. અતીકના માથામાં બે અને અશરફના માથામાં એક ગોળી વાગી હતી. હુમલામાં અતીક અહેમદ પર કુલ આઠ અને અશરફ પર છ ગોળી વાગી હતી.

આ ગોળી નાઈન એમએમની પિસ્તોલમાંથી ગોળીઓ ચલાવવામાં આવી હતી. પાંચ ડૉક્ટર્સની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમમાં સીએમઓ અને ડેપ્યુટી સીએમઓને પણ મોકલવામાં આવ્યા હતા.

English summary
Atiq Ahamad Murder Case : The murder plan was already decided? 8 to Atiq and 6 to Asraf
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X