Atishi Net Worth: કેટલી સંપતિની માલકિન છે દિલ્હીની નવી સીએમ આતિશી? જાણો ક્યાંથી કરે છે કમાણી?

Atishi Net Worth : અરવિંદ કેજરીવાલના રાજીનામાં બાદ દિલ્હીની કમાન આતિશી માર્લેનાને સોંપવામાં આવી છે. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી બનશે.

આમ આદમી પાર્ટીએ આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત બાદ તેની સંપતિને લઈને ખુબ ચર્ચા થઈ રહી છે. લોકો ગુગલ પર તેની નેટ વર્થની જાણકારી સર્ચ કરી રહ્યાં છે.

Atishi Net Worth

જણાવી દઈએ કે, આતિશી માર્લેનાએ દિલ્હીના કાલકાજી દક્ષિણથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બની છે. ચૂંટણી એફિડેવિટ અનુસાર, તેમની પાસે 1.41 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને કોઈ લોન નથી. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે ચૂંટણી પંચ સમક્ષ સંપત્તિની વિગતો રજૂ કરી હતી.

તેમણે કહ્યું કે તેની મોટાભાગની સંપત્તિ તેના બેંક ખાતા અને ફિક્સ ડિપોઝિટમાં છે જ્યારે કરોડપતિ હોવા છતાં તેણે એલઆઈસીનો પ્લાન લીધો છે. તેમના નામે 5 લાખ રૂપિયાની LIC હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી છે.

આતિશીએ વર્ષ 2012માં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. આતિશી માર્લેના આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યો સાથે હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેણીએ પૂર્વ દિલ્હી બેઠક પરથી પણ ઉમેદવાર હતી પરંતુ તે ભાજપના ગૌતમ ગંભીર સામે હારી ગઈ.

2020 માં પાર્ટીએ ફરીથી આતિશી પર વિશ્વાસ વ્યક્ત કર્યો ત્યારથી તે દિલ્હીની કાલકાજી વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટીની ધારાસભ્ય છે. આતિશી માર્લેના પાસે 1 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ હોવા છતાં ન તો તેનું પોતાનું ઘર છે કે ન તો તેના નામે કોઈ જમીન છે.

આતિશી માર્લેનાનો જન્મ 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં થયો છે. આતિશીની માતાનું નામ ત્રિપ્તા વાહી અને પિતાનું નામ વિજય કુમાર સિંહ દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. આતિશીએ તેના શાળાના દિવસોમાં તેના સરનેમમાં માર્ક્સ અને લેનિન પરથી ઉતરી આવેલો માર્લેના શબ્દ ઉમેર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X