પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારાને ઘેરીને પત્થરમારો, શ્રદ્ધાળુઓ ફસાયા
પાકિસ્તાનમાં નનકાના સાહિબ ગુરુદ્વારા પર ઉગ્ર ભીડ તરફથી જોરદાર પત્થરમારો થયો. સમાચારો મુજબ આ પત્થરમારો સ્થાનિક ઉગ્ર મુસલમાનો તરફથઈ કરવામાં આવ્યો અને રિપોર્ટ મુજબ તેમણે ગુરુદ્વારાને ઘેરી લીધુ. આ સ્થાને રેકોર્ડ કરવામાં આવેલા એક વીડિયોમાં એક પ્રદર્શનકારી એ ધમકી આપતા સાંભળવામાં આવી રહ્યા છે કે નનકાના સાહિબમાં હવે કોઈ સિખને રહેવા દેવામાં નહિ આવે અને પવિત્ર નનકાના સાહિબનુ નામ બદલીને ટૂંક સમયમાં ગુલામ-એ-મુસ્તફા કરી દેવામાં આવશે.
સમાચારો મુજબ ઉગ્ર ભીડના કારણે પહેલી વાર જન્મ સ્થાન નનકાના સાહિબ ગુરુદ્વારામાં ભજન-કિર્તન પણ કેનન્સલ કરવુ પડ્યુ છે. તમને જણાવી દઈએ કે આ ઘટના ગુરુ ગોવિંદ સિંહજીની જયંતિ મનાવ્યાના એક દિવસ બાદ સામે આવી છે. ભાજપ નેતા મનજિંદર સિંહ સિરસાએ પોતાના ટ્વિટર હેન્ડલથી આનો વીડિયો શેર કર્યો છે. માહિતી મુજબ ગુરુદ્વારા પર હુમલો કરનાર સેંકડોની ભીડેની આગેવાની ગયા વર્ષે નનકાનાસાહિબ ગુરુદ્વારાના ગ્રંથીની દીકરી જગજીત કૌરને અપહરણ કરીને બળજબરીથી ધર્માંતરણ કરાવીને તેની સાથે નિકાહ કરનાર આરોપી મોહમ્મદ હસનના પરિવારે કરી છે.
पाकिस्तान में मजहबी नफरत का आलम देखिए- ये उग्र भीड़ सिखों को पाकिस्तान से बाहर निकालने के नारे लगा रही है और चिल्ला चिल्लाकर कह रही है कि ननकाना साहब का नाम बदलकर ग़ुलाम अली मुस्तफ़ा रख देंगे@ZeeNews @ANI @PTI_News @TimesNow @ABPNews @republic @thetribunechd pic.twitter.com/j6OObmGCkq
— Manjinder S Sirsa (@mssirsa) 3 January 2020
હુમલાખોરોનો આરોપ છે કે પોતાની મરજીથી ઈસ્લામ કરવા અને નિકાહ કરનારી યુવતીઓના બહાને સિખ સમાજ કારણ વિના વિવાદ કરે છે.મોહમ્મદ હસનના પરિવારનો એ પણ દાવો છે કે જગજીત, જેનુ નામ હવે આયશા થઈ ચૂક્યુ છે, તે દબાણ છતા પોતાનો ધર્મ બદલવા માટે હવે તૈયાર નથી પરંતુ તેમ છતાં તેના પરિવારને હેરાન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે જન્મસ્થાન નનકાના સાહિબ ગુરુદ્વારા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે અને તેનુ મહત્વ એટલા માટે વધી જાય છે અહીં 1469માં સિખોના પહેલા ગુરુ ગુરુનાનક દેવજીનો જન્મ થયો હતો.