For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેપ કેસ આરોપીની સંપત્તિ વેચીને પીડિતાને પૈસા આપવામાં આવશે

ચંદીગઢ હાઇકોર્ટે બળાત્કાર દોષી નિશાંત સિંહ અને તેની માતા નવજોત કૌર પર લગાવવામાં આવેલો 90 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવા માટે તેમની સંપંત્તિ વેચવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢ હાઇકોર્ટે બળાત્કાર દોષી નિશાંત સિંહ અને તેની માતા નવજોત કૌર પર લગાવવામાં આવેલો 90 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવા માટે તેમની સંપંત્તિ વેચવા જઈ રહી છે. આ નીલામી ફરીદકોટ જિલ્લા પ્રશાશન 29 ઓક્ટોબરે કરશે. આપણે જણાવી દઈએ કે પંજાબ-હરિયાણા હાઇકોર્ટ ઘ્વારા રેપ મામલે દોષી આ વ્યક્તિ પર 90 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જિલ્લા પ્રશાશન અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે નિશાંત અને તેની માતાની સંપત્તિનું મૂલ્યાંકન કરી લેવામાં આવ્યું છે.

આરોપીઓની સંપત્તિ જપ્ત કરીને ભરપાઈ કરો

આરોપીઓની સંપત્તિ જપ્ત કરીને ભરપાઈ કરો

તેમની પાસે 3.5 એકડ ખેતી જમીન છે જયારે 1.5 એકડ રહેઠાણ જમીન છે. તેને વેચીને પ્રશાશન પીડિતા અને તેના પરિવારને દંડની રકમ આપશે. 31 ઓગસ્ટ 2018 દરમિયાન જસ્ટિસ એબી ચૌધરી અને જસ્ટિસ ઈંદ્રજિત સિંહ ની ડબલ બેન્ચે નિશાંત અને તેની માતા પર 50 લાખ રૂપિયા રેપ પીડિતાને આપવા અને 20-20 લાખ રૂપિયા પીડિતાના માતા-પિતાને આપવા માટે જણાવવામાં આવ્યું. કોર્ટ ઘ્વારા ફરીદકોટ જિલ્લા પ્રશાશનને આદેશ આપ્યો હતો કે આરોપીની સંપત્તિને જપ્ત કરીને પીડિતાને ભરપાઈ કરવામાં આવે.

10 અઠવાડિયામાં સંપત્તિ જપ્ત કરીને તેને વેચવાની પ્રક્રિયા પુરી કરવામાં આવશે

10 અઠવાડિયામાં સંપત્તિ જપ્ત કરીને તેને વેચવાની પ્રક્રિયા પુરી કરવામાં આવશે

અદાલતે પ્રશાશનને આદેશ આપ્યો છે કે 10 અઠવાડિયામાં સંપત્તિ જપ્ત કરીને તેને વેચવાની પ્રક્રિયા પુરી કરવામાં આવશે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલી ખબર અનુસાર ફરીદકોટ ડેપ્યુટી કમિશ્નર રાજીવ પરાશર ઘ્વારા જણાવવામાં આવ્યું કે સંપત્તિને નીલામ કરવા માટે 29 ઓક્ટોબર તારીખ નક્કી કરવામાં આવી છે. રાજીવ પરાશર ઘ્વારા જણાવવામાં આવ્યું કે જનતા નિલામીમાં શામિલ થઇ શકે છે.

આરોપીને ઉમરકેદની સજા

આરોપીને ઉમરકેદની સજા

ફરીદકોટ રહેવાસી નિશાન સિંહ 25 જૂન 2012 દરમિયાન ધોરણ 10માં અભ્યાસ કરતી વિધાર્થિનીનું અપહરણ કરીને તેને દેશની બહાર લઇ ગયો. છોકરી એક મહિના પછી પાછી પોતાના ઘરે પહોંચી. તેના એક મહિના પછી નિશાને ફરી તેના બે મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કર્યું. આ ઘટનામાં નિશાનની માતાએ પણ તેનો સાથ આપ્યો. કોર્ટે નિશાનને ઉમરકેદની સજા આપી છે, જયારે તેની માતા અને મિત્રોને 7-7 વર્ષની સજા આપવામાં આવી છે.

English summary
auction of rape convicts property In Faridkot recover Rs 90-lakh fine for rape survivor and her parents
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X