For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલિયન્સને શોધવા માટે લદ્દાખમાં વિશ્વભરના વૈજ્ઞાનિકોનો શંભુમેળો

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

એલિયન્સને શોધવા માટે લદ્દાખમાં વિશ્વભરના વૈજ્ઞાનિકોનો શંભુમેળો

એલિયન્સને શોધવા માટે લદ્દાખમાં વિશ્વભરના વૈજ્ઞાનિકોનો શંભુમેળો

વિશ્વના ટોચના વૈજ્ઞાનિકોએ એલિયન્સને શોધવા લદ્દાખમાં ધામા નાખ્યાં છે. વિશ્વની વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ અંતરિક્ષ વૈજ્ઞાનિકો ભારતની પહેલી ખગોળકીય ઝૂંબેશમાં ભાગ લેવા આવી પહોંચ્યા છે. આ વિસ્તાર માનવ વસ્તીના અભાવને કારણે અક્ષત હોવાથી ખગોળકીય અને ભૂગર્ભીય ગતિવિધિઓના પુરાવાઓ અહીં જેવાને તેવા જ મળી શકે.

સોનિયા ગાંધીના ખભે ઇજા થઇ

સોનિયા ગાંધીના ખભે ઇજા થઇ

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને ખભામાં ઇજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં. કોંગ્રેસ પક્ષના પ્રવક્તાએ ચિંતા કરવાની જરૂર ન હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું કે મેડમને માત્ર રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલે લઇ જવામાં આવ્યાં છે.

દિલ્હીની એક બેકરીમાં બ્લાસ્ટ, 3નાં મોત

દિલ્હીની એક બેકરીમાં બ્લાસ્ટ, 3નાં મોત

આજે સવારે ઇસ્ટ દિલ્હી વિસ્તારની એક બેકરીના ઓવનમાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટના પગલે 3નાં મોત થયાં જ્યારે 1 ગંભીર રીતે ઘવાયો છે. ઇજાગ્રસ્ત શખ્સને હૉસ્પિટલે ખસેડવામાં આવ્યો.

...અને મોદીના ભાષણમાં થઇ ગઇ ભૂલ

...અને મોદીના ભાષણમાં થઇ ગઇ ભૂલ

પીએમ મોદીએ સ્વાતંત્રતા દિવસના પોતાના ભાષણમાં ભૂલ કરી હતી. તેમણે નંગલા સિંઘાના બદલે નંગલા ફતેલા ગામમાં 70 વર્ષ બાદ વિજળી આવી હોવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે નંગલા ફતેલામાં બે વર્ષ પહેલા જ વીજળીના થાંભલા ઉભા કરી દેવાયા.

દેશના એરપોર્ટ પર આતંકી હુમલાની શંકા

દેશના એરપોર્ટ પર આતંકી હુમલાની શંકા

દેશના 100થી વધુ નાગરિક એરપોર્ટ પર આતંકી હુમલાની દહેશત રહેલી છે. સરકારે CRSFની સુરક્ષા હેઠળ આ તમામ એરપોર્ટને લાવવાની વિચારણા કરી છે. શહેરમાંથી એરપોર્ટ આવતા દરેક વાહનોને એન્ટ્રેન્સ પર ચેક કરાશે.

English summary
August 18 read todays top national news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X