ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

બાળકીને બચાવવા આ ફુટબોલરે જીવ આપી દીધો

બાળકીને બચાવવા આ ફુટબોલરે જીવ આપી દીધો

મૈહર હાઉસીંગ બોર્ડની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઇ હતી. જેમાં ચોકીદારની 12 વર્ષની છોકરી પ્રભા પણ ચપેટમાં આવવાની હતી પરંતુ ફૂટબોલર કાટમાળ પડે તે પહેલાં જ ત્યાં દોડી ગયો. બાળકીને તો ધક્કો મારીને બચાવી લીધી પણ ફૂટબોલર બબલુ માર્ટીન કાટમાળમાં જ ફસાઇ ગયો હતો.

દિલ્હીઃ રોહિણીમાં પોલીસ અને બદમાશો વચ્ચે ફાયરિંગ

દિલ્હીઃ રોહિણીમાં પોલીસ અને બદમાશો વચ્ચે ફાયરિંગ

દેશની રાજધાની દિલ્હીમાં આજે ફિલ્મી સ્ટાઈલથી પોલીસ અને બદમાશો વચ્ચે અથડામણ થઈ. સામ સામે થયેલા ફાયરિંગમાં બે પોલીસકર્મીઓ અને બે બદમાશો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જ્યારે પાંચ અપરાધીઓને પોલીસે કાબુમાં કરીને પકડી પાડ્યા હતાં.

બિહારઃ ગોળી મારી આરજેડી નેતાની હત્યા

બિહારઃ ગોળી મારી આરજેડી નેતાની હત્યા

બિહારના બાહુબલી આરજેડી નેતા વિનોદ યાદવની એસપી આવાસ પાસે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. 3 બાઈક પર આવેલા 9 આરોપીઓએ વિનોદને ગોળી મારી તેની હત્યા કરી હતી. ઘટના બાદ આરોપીઓ એનએચ-31 તરફ ફરાર થઈ ગયા હતા.

શીલા દિક્ષિત પર માયાવતીના આકરા પ્રહારો

શીલા દિક્ષિત પર માયાવતીના આકરા પ્રહારો

રવિવારે માયાવતીએ યુપીમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. દરમિયાન માયાવતીએ કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. માયાવતીએ કહ્યું કે દિલ્હીને ગંદી કર્યા બાદ શીલાને યુપીના સીએમ પદના ઉમેદવાર બનાવાયાં. માયાવતીની આ રેલીમાં 4 લાખની ભીડ ભેગી થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જવાનો પર પથ્થરો ફેંકનારા સત્યાગ્રહીઓ નથીઃ જેટલી

જવાનો પર પથ્થરો ફેંકનારા સત્યાગ્રહીઓ નથીઃ જેટલી

નાણાપ્રધાન અરુણ જેટલી જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે ગયા છે. જમ્મુમાં તેમણે પાકિસ્તાન પર આકરા શાબ્દિક પ્રહારો કર્યાં. પાકિસ્તાનની સાથે સાથે તેમણે કાશ્મીરના અલગાવવાદી નેતાઓ અને વિપક્ષ કોંગ્રેસને પણ છોડ્યા નહતાં. જેટલીએ ઘાટીમાં આતંકી ઘટનાઓને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનને ખુબ લપડાક મારી હતી.

ઉગ્રવાદીઓનો ખાતમો કરવા મ્યાંમારની સરહદમાં ઘૂસી ગઇ ભારતીય આર્મી

ઉગ્રવાદીઓનો ખાતમો કરવા મ્યાંમારની સરહદમાં ઘૂસી ગઇ ભારતીય આર્મી

નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ કેમ્પ પર હુમલો કરવા જવાનો મ્યાંમારની સરહદમાં ઘૂસ્યા હતા. આર્મીની 12 પેરાએ આંતરરાષ્ટ્રીય સરહદ પર પીલર 151 પાસે ચેન મોહો ગામ પાસેથી મ્યાંમારમાં પ્રવેશ કર્યો હતો. આ કાર્યવાહી મણિપુરમાં 18 જવાનોની હત્યા બાદ જવાબી કાર્યવાહી તરીકે થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X