ભારતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

હરિયાણામાં મધરાતે લૂંટ બાદ પતિ-પત્નીની હત્યા કરી મહિલા સાથે ગેંગરેપ

હરિયાણામાં મધરાતે લૂંટ બાદ પતિ-પત્નીની હત્યા કરી મહિલા સાથે ગેંગરેપ

હરિયાણાના મેવાતના ડિગરહેડી ગામમાં બુધવારે મોડી રાત્રે કેટલાક લૂંટારાઓએ એક પરિવાર પર હુમલો કર્યો હતો. મારામારી કરીને પતિ-પત્નીની હત્યા કરી દીધી. 22 વર્ષીય એક પરણિતા અને 13 વર્ષની બાળકી સાથે ગેંગરેપ પણ કર્યો. આરોપીઓનાં સ્કેચ તૈયાર કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના ગામડાંનો PPP મોડલથી વિકાસ કરાશે

મહારાષ્ટ્રના ગામડાંનો PPP મોડલથી વિકાસ કરાશે

મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે PPP મોડલથી 10,000 ગામડાંનો વિકાસ કરવાની પહેલ હાથ ધરી છે. રકારે કોર્પોરેટ સોશિયલ રિસ્પોનસીબીલીટી એટલેકે સીએસઆર મુજબ ગામડાઓના વિકાસની યોજના બનાવી છે. આ પ્રોગ્રામથી દેશના મોટા ઔદ્યોગિક ગૃહ, સમાજસેવી અને ફિલ્મી હસ્તીઓેને જોડવામાં આવી છે.

બિહારમાં પૂરને કારણે 29.71 લાખ લોકો પ્રભાવિત

બિહારમાં પૂરને કારણે 29.71 લાખ લોકો પ્રભાવિત

છેલ્લા 24 કલાકમાં બિહારમાં આવેલા પૂરને કારણે 7 લોકોનાં મોત થયાં છે. ગંગાનું સ્તર ઉપર આવતાં અનેક જિલ્લાઓને અસર થઇ છે. બિહારના પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 262 રાહત શિબિરો કરવામાં આવી છે.

રાહુલ ફરી બોલ્યા, બાપુની હત્યામાં આરએસએસના માણસોનો જ હાથ

રાહુલ ફરી બોલ્યા, બાપુની હત્યામાં આરએસએસના માણસોનો જ હાથ

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે હું મારા નિવેદનને આજે પણ વળગી રહ્યો છું. રાહુલ ગાંધીએ આ નિવેદનમાં મહાત્મા ગાંધીની હત્યામાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના માણસોને જવાબદાર ગણાવ્યા હતાં. રાહુલે કહ્યું હતું કે તેઓ આરએસએસના તિરસ્કાર તથા ભાગલાવાદી એજન્ડા સામે લડત ચાલુ જ રાખશે.

પર્સનાલીટી ખરાબ હોવાનું કહી એરલાઈન્સે ન્હોતી આપી નોકરી : સ્મૃતિ

પર્સનાલીટી ખરાબ હોવાનું કહી એરલાઈન્સે ન્હોતી આપી નોકરી : સ્મૃતિ

ટેક્સટાઇલ મિનિસ્ટર સ્મૃતિ ઇરાની બુધવારે એક કાર્યક્રમમાં જણાવ્યું કે એક સમયે એક એરલાઇન્સ કંપનીએ તેમને નોકરી આપવાની મનાઇ કરી દીધી હતી. કારણ પર્સનાલિટી ઠીક ન હતી. તેમણે કહ્યું કે તેના માટે એરલાઇન્સને થેન્ક્સ કહેવા માગે છે. તેમના રિજેક્શનના કારણે જ હું આજે અહીંયાં છું.

એરક્રાફ્ટમાં Wi-Fi, મોબાઇલ ફોનની મંજૂરીની શક્યતા

એરક્રાફ્ટમાં Wi-Fi, મોબાઇલ ફોનની મંજૂરીની શક્યતા

આગામી સમયમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવે એરક્રાફ્ટમાં વાઇ ફાઇ અને મોબાઇલ ફોનના ઉપયોગ પર મંજૂરી આપી શકે છે. આ પ્રસ્તાવ માટે મંત્રાલય દ્રારા વિચાર કરવામાં આવી રહ્યું છે. નાગરિક ઉડ્ડયન સચિવે કહ્યું કે આના માટે આવનાર 10 દિવસની અંદર નિર્ણય લેવાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X