For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓગસ્ટમાં સીઝનનો સૌથી વધુ વરસાદ થયો, આ વખતે ચોમાસું હજી લાંબુ ચાલશે

ઓગસ્ટમાં સીઝનનો સૌથી વધુ વરસાદ થયો, આ વખતે ચોમાસું હજી લાંબુ ચાલશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાછલા અઠવાડિયે ચોમાસું ઘણું સારું રહ્યું. દેશભરમાં આ સીઝનનો મોટાભાગનો વરસાદ થઈ ગયો છે. ભારતીય હવામાન ખાતા મુજબ 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન સૌથી વધુ વરસાદ પડ્યો છે. અને હજી પણ આગામી બે દિવસ 22 અને 23 ઓગસ્ટે ગુજરાત સહિતના ક્ષેત્રોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

ભારતીય હવામાન ખાતા મુજબ દેશમાં પાછલા અઠવાડિયે 85.7 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં મધ્ય ભારતમાં 93 ટકા વધુ વરસાદ, દક્ષિણી દ્વીપમાં 56 ટકા, ઉત્તરી પશ્ચિમી ભારતમાં 12 ટકા વધુ વરસાદ થયો જ્યારે પૂર્વી અને ઉત્તર પૂર્વી ક્ષેત્રોમાં 23 ટકા ઓછો વરસાદ થયો.

હજી પણ વરસાદ થશે

હજી પણ વરસાદ થશે

હવામાન ખાતાના વરિષ્ઠ વૈજ્ઞાનિકે જણાવ્યું કે બંગાળની ખાડી ઉપર નિમ્ન દબાણનું ક્ષેત્ર બન્યું હતું. એક અઠવાડિયામાં આપણી પાસે 2 નિમ્ન દબાણ પ્રણાલીઓ હતી. એક 13 ઓગસ્ટ અને બીજી 19 ઓગસ્ટે. મોનસૂનની સ્થિતિ હવે બહુ સક્રિય છે. જે દેખાડે છે કે આ વખતે ચોમાસાની સીઝન હજી આગળ સુધી જઈ શે છે. સામાન્ય રીતે ઓગસ્ટના અંતિમ અઠવાડિયા સુધી વરસાદ ઘટવા લાગે છે પરંતુ આ વખતે મોનસૂન જુલાઈમાં કમજોર પડ્યું. ઓગસ્ટમાં ફરી એકવાર ચોમાસાએ જોર પકડ્યું અને હાલ જે સ્થિતિ છે તેનાથી એવું નથી લાગતું કે બહુ જલદી વરસાદ ઘટશે. 23 ઓગસ્ટથી બંગાળની ખાડી ઉપર એક નવું નિર્મ દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે. જેને પગલે ફરી એકવાર વરસાદ થશે.

મૉનસૂનની વાપસીની નવી તારીખ

મૉનસૂનની વાપસીની નવી તારીખ

આઈએમડીએ 1971થી 2019ની મૉનસૂન વાપસીના અધ્યનના આધારે મૉનસૂન વાપસીની નવી સામાન્ય તારીખ જાહેર કરી છે. જે મુજબઆ વખતે 17 સપ્ટેમ્બર સુધી ઉત્તર પશ્ચિમી ક્ષેત્રોથી પરત ફરી શકે છે જે પાછલી સામાન્ય તારીખથી બે અઠવાડિયા વહેલી છે. આ વખતે મૉનસૂન તેજીથી પરત ફરવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. 20 સપ્ટેમ્બર સુધી આખા રાજસ્થાન અને ઉત્તરી ગુજરાતના કેટલાય ક્ષેત્રોથી પરત ફરી જશે. સાથે જ ચારથી પાંચ દિવસના વિલંબ સાથે પંજાબ અને હરિયાણાથી પણ પરત ફરશે.

Orange Alert in Ahmedabad: અમદાવાદમાં ધોધમાર વરસાદની સાથે પૂરની ચેતવણીOrange Alert in Ahmedabad: અમદાવાદમાં ધોધમાર વરસાદની સાથે પૂરની ચેતવણી

મૉનસૂન વાપસીની ભવિષ્યવાણી

મૉનસૂન વાપસીની ભવિષ્યવાણી

હવામાન ખાતાએ પાછલી 9 ઓક્ટોબરે મૉનસૂન વાપસીની ભવિષ્યવાણી કરી હતી અને આગલા પાંચ દિવસમાં જ દેશના મોટાભાગના વિસ્તારોમાંથી મોનસૂન જતું રહ્યું હતું. જેને સંપૂર્ણપણે પરત ફરવામાં માત્ર 8 દિવસ લાગ્યા હતા જ્યારે પહેલા મૉનસૂનને પરત થવામાં લગભગ 45 દિવસ લાગ્યા હતા.

English summary
August had the heaviest rainfall of the season, this time the monsoon will last even longer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X