For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં તણાપૂર્ણ સ્થિતિ વચ્ચે યુકે, ઓસ્ટ્રેલિયા, જર્મનીએ જાહેર કરી એડવાઈઝરી

જમ્મુ કાશ્મીરમા તણાવપૂર્ણ સ્થિતિને જોતા જર્મની, યુકે, ઓસ્ટ્રેલિયાએ જમ્મુ કાશ્મીર જવા વિશે પોતાના નાગરિકો માટે શનિવારે એડવાઈઝરી જાહેર કરી છે

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમા તણાવપૂર્ણ સ્થિતિને જોતા જર્મની, યુકે, ઓસ્ટ્રેલિયાએ જમ્મુ કાશ્મીર જવા વિશે પોતાના નાગરિકો માટે શનિવારે એડવાઈઝરી જાહેર કરી છે જે રીતે ઘાટીમાં એલર્ટ ઘોષિત કરવામાં આવી છે તે બાદ આ તમામ દેશોએ પોતાના નાગરિકોને એડવાઈઝરી જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે ખુફિયા વિભાગ દ્વારા સુરક્ષા ટે ઈનપુટના કારણે પ્રશાસને ઘાટીમાં એલર્ટ જાહેર કર્યુ છે. ઈનપુટમાં કહેવામાં આવ્યુ છે કે અમરનાથ યાત્રીઓ પર હુમલો કરવામાં આવી શકે છે.

srinagar

યુકેની સરકારે પોતાના નાગરિકોને કહ્યુ છે કે જમ્મુ અને કાશ્મીરની યાત્રા કરતી વખતે સતર્ક રહો. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે જો તમે જમ્મુ કાશ્મીરમાં છો તો તમારે સતર્ક રહેવુ જોઈએ, સ્થાનિક પ્રશાસનનું મંતવ્ય માનો, સાથે લેટેસ્ટ માહિતીથી અપડેટ રહો. બ્રિટિશ હાઈકમિશ્નરની માનીએ તો નવી દિલ્લી જમ્મુ કાશ્મીરની સ્થિતિને મોનિટર કરી રહી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે સંભાવના છે કે અહીં હિંસા થઈ શકે છે. બોમ્બમારો, હેન્ડ ગ્રેનેટ એટેક, ગોળાબાર કે અપહરણ થઈ શકે છે.

જર્મનીએ પણ જે એડવાઈઝરી જાહેર કરી છે કે તેમાં જર્મનીના પર્યટકોને કહેવામાં આવ્યુ છે કે કાશ્મીર અને શ્રીનગરમાં યાત્રા કરવાનો યોગ્ય નથી. સુરક્ષા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થિતિમાં થઈ રહેલા બદલવાથી પોતાને અપડેટ રાખો. લદ્દાખના પશ્ચિમી વિસ્તારમાં જો તમે પ્રવાસ કરી રહ્યા છો તે જરૂર પોતાના સતર્ક રાખો. એકલા કે ઓળખ વિનાના ગાઈડની સાથે ના જાવ. પાકિસ્તાન અને ચીનની સીમા પાસેના વિસ્તારમાં ન જાવ. વળી, ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને એડવાઈઝરી જાહેર કરીને કહ્યુ છે કે અમે તમને આ માહોલમાં પ્રવાસ કરવાનુ સૂચન આપીએ છીએ.

જમ્મુ કાશ્મીરની સરકારે શુક્રવારે તમામ અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને કહ્યુ હતુ કે તે પોતાની યાત્રા ખતમ કરીને કાશ્મીરમાં રહે અથવા પાછા જતા રહે. વાસ્તવમાં ભારતીય સેનાએ કહ્યુ હતુ કે પાકિસ્તાનના આતંકવાદી ઘાટીમાં મોટા હુમલાનુ ષડયંત્ર રચી રહ્યા છે જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબાને કરાયા નજરબંધ, ઈન્ટરનેટ સેવાઓ બંધઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબાને કરાયા નજરબંધ, ઈન્ટરનેટ સેવાઓ બંધ

English summary
Australia, UK , Germany issues advisory to its citizens not to go to Jammu Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X