For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલન, 4 જવાન શહીદ, 2 કુલીના મોત

સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનના કારણે અહીં તૈનાત સેનાના ચાર જવાન શહીદ થઈ ગયા છે જ્યારે આ દૂર્ઘટનામાં બે કુલીના મોત થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

સિયાચીન ગ્લેશિયરમાં હિમસ્ખલનના કારણે અહીં તૈનાત સેનાના ચાર જવાન શહીદ થઈ ગયા છે જ્યારે આ દૂર્ઘટનામાં બે કુલીના મોત થઈ ગયા છે. સેના અનુસાર સિયાચીન ગ્લેશિયરમાં આવેલા હિમસ્ખલનના કારણે કુલ આઠ લોકો બરફ નીચે દબાઈ ગયા હતા. જેમને ત્યાંથી કાઢવા માટે ઘટના સ્થળે રાહત અને બચાવ દળને રવાના કરવામાં આવ્યા.

siachin

સેના તરફથી આપેલી માહિતી અનુસાર દૂર્ઘટનામાં 8 લોકો બરફ નીચે દબાઈ ગયા હતા જેમાં 7 લોકોની હાલત ઘણી ગંભીર હતી. બરફ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જ્યાં 6 લોકોનો મોત થઈ ગયા. મૃતકોમાં સેનાના જવાન અને 2 કુલી શામેલ છે. આ લોકોના મોત હાઈપોથર્મિયા એટલે કે શરીરનુ તાપમાન બહુ ઓછુ થઈ જવાના કારણે થયા છે. માહિતી અનુસાર આ હિમસ્ખલન ઉત્તરી ગ્લેશિયરમાં આવ્યુ હતુકે જે લગભગ 19000 ફૂટથી ઉપરની ઉંચાઈ પર સ્થિત છે. આ હિમસ્ખલન આજે બપોરે લગભગ 3.30 વાગે આવ્યુ. જ્યારે આ હિમસ્ખલન ઉત્તરી ગ્લેશિયર પર આવ્યુ તો એ વખતે સેનાની ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી.

તમને જણાવી દઈએ કે સિયાચીન ગ્લેશિયર કારાકોરમ ક્ષેત્રમાં લગભગ 20 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. સિયાચીન ગ્લેશિયરને દુનિયાનુ સૌથી ઉંચુ સૈન્ય ક્ષેત્ર માનવામાં આવે છે. અહીં થતી શરદીનો અંદાજ તમે આ વાતથી લગાવી શકો છો કે અહીં શરીરના અંગ સુન્ન થઈ જાય છે. અહીં તૈનાત સૈનિકોને અતિશય ઠંડી હવાઓનો પણ સામનો કરવો પડે છે. અહીં ઘણીવાર હિમસ્ખલનના સમાચાર સામે આવતા રહે છે. અહીં ક્યારેક ક્યારેક તાપમાન શૂન્યથી 60 ડિગ્રી નીચે સુધી પણ જતુ રહે છે. આ પહેલા અહીં હિમસ્ખલનના કારણે ઘણા જવાનોના જીવ જઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ સોનિયા ગાંધીને મળવા તેમના ઘરે પહોંચ્યા શરદ પવારઆ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ સોનિયા ગાંધીને મળવા તેમના ઘરે પહોંચ્યા શરદ પવાર

English summary
Avalanche hits Army positions in the Siachen Glacier many jawans stuck under snow.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X