ગજબ, 21 લાખ રૂપિયાની નોટથી બની 12 ફીટ ઉંચી ગણેપતિ બાપ્પાની પ્રતિમા
ગજબ, 21 લાખ રૂપિયાની નોટથી બની 12 ફીટ ઉંચી ગણેપતિ બાપ્પાની પ્રતિમા
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના અકોલા શહેરમાં 21 લાખ રૂપિયાની નોટથી બનેલ ગણપતિ બાપ્પાની 12 ફીટ ઉંચી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે. દિવ્યાંગ કલાકાર ટિલ્લુ તાવડીએ ગણપતિની આ પ્રતિમાને 10 રૂપિયા, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટથી બનાવી છે. આ પ્રતિમાને વીર ભગત સિંહ ગણેશ ઉત્સવ મંડળમાં રાખવામાં આવી છે.

ગણપતિની 12 ફીટ ઉંચી પ્રતિમા 21 લાખની કરન્સીથી બની
આ પ્રતિમાને જોવા માટે ભીડ ઉમટી રહી છે. સૌકોઈ ગણપતિની 12 ફીટ ઉંચી પ્રતિમાને જોવા આવી રહ્યા છે. કલાકાર ટિલ્લુ તાવડીએ જણાવ્યું કે, ગણપતિની આ પ્રતિમા ઈકો ફ્રેન્ડલી છે. એકેય કરન્સી નોટને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મૂર્તિ બનાવનાર ટિલ્લુ તાવડીએ જણાવ્યું કે આ મૂર્તિ 21 લાખ રૂપિયાથી બની છે માટે તેની સુરક્ષામાં પણ પોલીસ તહેનાત છે.

દિવ્યાંગ કલાકારે મૂર્તિ બનાવી
ગુરુવારે અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે કરન્સી નોટોથી બનેલ આ પ્રતિમાનું વિસર્જન કરવાામં નહિ આવે. તાવડીએ જણાવ્યું કે આ પ્રતિમાથી કોઈપણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી. બીજી તરફ ગણપતિની આ પ્રતિમાને જોવા માટે ભક્તોનો જમાવડો લાગ્યો છે. આવું પહેલીવાર નથી કે ટિલ્લુ તાવડીએ ગણપતિની પ્રતિમા બનાવી છે. પાછલા વર્ષે તેમણે 1100 હજાર નારિયેળથી ગણપતિ બાપ્પાની પ્રતિમા બનાવી હતી.

વિસર્જન નહિ થાય
જ્યારે 2017માં તાવડીએ કેટલાય સ્પોર્ટ્સ આઈટમ જેમ કે બોલ, બેટ અને ટેનિસ રેકેટ વગેરેનો ઉપયોગ કરી ગણપતિ બાપ્પાની પ્રતિમા બનાવી હતી. આ પ્રિતમાની પણ ભારે ચર્ચા થઈ હતી. ગણેશ ચતુર્થીના 10 દિવસ બાદ એટલે કે 11મા દિવસે અનંત ચતુર્દશી આવે છે અને આ દિવસે ધામધૂમથી ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની અનંત રૂપમાં પૂજા કરવામાં આવે છે. અનંત ચતુર્દશીના દિવસે ભગવાનના અનંત સ્વરૂપ માટે વ્રત રાખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશ પૂજાને લઈ વધુ ઉત્સાહ જોવા મળે છે. બૉલીવુડ કલાકાર પણ ગણેશ પૂજામાં ઉત્સાહથી ભાગ લે છે.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ







Click it and Unblock the Notifications
