For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા કેસઃ SCમાં વકીલ બોલ્યા- રામલલ્લા સગીર, સંપત્તિ પર કબ્જો ન કરી શકાય

સીનિયર વકીલ સી એસ વૈદ્યનાથને કોર્ટને કહ્યુ કે અયોધ્યાના ભગવાન રામલલ્લા સગીર છે. આના કારણે સગીરની સંપત્તિ પર ના તો કબ્જો કરી શકાય અને ના વેચી શકાય.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે સુપ્રીમ કોર્ટમાં ડે-ટુ-ડે સુનાવણી થઈ રહી છે. સુનાવણીના 9માં દિવસે રામલલ્લા વિરાજમાન તરફથી ચર્ચાની શરૂઆત કરવામાં આવી. સીનિયર વકીલ સી એસ વૈદ્યનાથને કોર્ટને કહ્યુ કે અયોધ્યાના ભગવાન રામલલ્લા સગીર છે. આના કારણે સગીરની સંપત્તિ પર ના તો કબ્જો કરી શકાય અને ના વેચી શકાય. તેમણે દલીલ રજૂ કરતા કહ્યુ કે જન્મસ્થળ જો દેવતા છે તો કોઈ પણ એ જમીન પર બાબરી મસ્જિદ હોવાના આધારે દાવો ન કરી શકે.

‘જન્મસ્થળ પોતાનામાં દેવતા'

‘જન્મસ્થળ પોતાનામાં દેવતા'

વકીલ સી એસ વૈધનાથને કહ્યુ કે જો ત્યાં મંદિર હતુ અને લોકો પૂજા કરે છે તો કોઈ પણ એ જમીન પર પોતાનો દાવો ન કરી શકે કારણકે જન્મસ્થળ પોતાનામાં એક દેવતા છે. તેમણે દલીલ કરતા આગળ કહ્યુ કે જો એ માની લેવામાં આવે કે ત્યાં કોઈ મંદિર નથી, કોઈ દેવતા નથી તેમછતા પણ લોકોનો વિશ્વાસ બહુ છે કે રામ જન્મભૂમિ પર જ ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં મૂર્તિ રાખવી એ સ્થળને પવિત્રતા આપે છે.

‘રામલલ્લા સગીર છે'

‘રામલલ્લા સગીર છે'

તેમણે આગળ કહ્યુ કે અયોધ્યાના ભગવાન રામલલ્લા સગીર છે. સગીરની સંપત્તિને ના તો વેચી શકાય અને ના છીનવી શકાય. જ્યારે સંપત્તિ ભગવાનમાં સમાયેલી હોય તો કોઈ પણ એ સંપત્તિને લઈ શકે નહિ. એ સંપત્તિ પાસેથી ઈશ્વરનો હક ન છીનવી શકાય અને આવી સંપત્તિ પર એડવર્સ પઝેશનનો કાયદો લાગુ નહિ થાય. ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારે પુરાતત્વ વિભાગના ખોદકામમાં મળેલા પુરાવા કોર્ટ સમક્ષ રાખવામાં આવ્યા. રામલલ્લા વિરાજમાન તરફથી કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા કે મસ્જિદથી પહેલા એ જગ્યાએ મંદિરનું અસ્તિત્વ હતુ.

આ પણ વાંચોઃ પાક અભિનેત્રી બાદ હવે ઈમરાનની મંત્રીએ યુનિસેફને લખ્યો પ્રિયંકાના વિરોધમાં પત્રઆ પણ વાંચોઃ પાક અભિનેત્રી બાદ હવે ઈમરાનની મંત્રીએ યુનિસેફને લખ્યો પ્રિયંકાના વિરોધમાં પત્ર

‘જમીનની નીચે સ્ટ્રક્ચર મળ્યા છે'

‘જમીનની નીચે સ્ટ્રક્ચર મળ્યા છે'

મંગળવારે વકીલ વૈદ્યનાથને કહ્યુ હતુ કે, પુરાતત્વ વિભાગના રિપોર્ટ મુજબ જમીનની નીચે મંદિરના સ્ટ્રક્ચર મળ્યા છે. ઈલાહાબાદ હાઈકોર્ટે પણ પોતાના ચુકાદામાં પુરાતત્વ વિભાગના રિપોર્ટ પર ભરોસો કર્યો છે. રામલલ્લા તરફથી ઉદાહરણ આપતા કહેવામાં આવ્યુ કે આજના સમયમાં લોકો ફ્લાઈટ લઈને સવારે સબરીમાલાના દર્શન માટે જાય છે અને સાંજે પાછા આવી જાય છે પરંતુ રામ જન્મભૂમિ માટે શ્રદ્ધાળુઓ ઘણી સદીઓથી દર્શન માટે જાય છે જ્યારે એ સમયે નદીની ઉપર કોઈ બ્રિજ પણ નહોતો.

English summary
Ayodhya Case:lord ram lalla is minor,property cannot be possessed says lawyer in supreame court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X