For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા વિવાદઃ વિવાદિત જમીનનો એક તૃતીયાંશ ભાગ હિંદુઓને આપવા તૈયાર શિયા વકફ બોર્ડ

શિયા વકફ બોર્ડે કહ્યુ કે અયોધ્યાની વિવાદિત જમીન મંદિર બનાવવા માટે હિંદુઓને આપવામાં આવે.

|
Google Oneindia Gujarati News

શિયા વકફ બોર્ડે કહ્યુ કે અયોધ્યાની વિવાદિત જમીન મંદિર બનાવવા માટે હિંદુઓને આપવામાં આવે. શિયા વકફ બોર્ડે દલીલ કરી કે અયોધ્યા કેસમાં ઈલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયમાં એક તૃતીયાંશ ભાગ મુસ્લિમોને આપ્યો હતો, નહિ કે સુન્ની વકફ બોર્ડને. અમારો ત્યાં દાવો બને છે અને અમે તેને હિંદુઓને આપવા ઈચ્છીએ છીએ. આ ઓરિજનલી અમારુ છે અને તે ભાગ અમે હિંદુઓને આપવા ઈચ્છીએ છીએ. શિયા વકફ બોર્ડના વકીલે કહ્યુ, 'ઉચ્ચ ન્યાયાલયે વિવાદિત ભૂમિને 3 સમાન ભાગમાં વહેંચીને એક તૃતીયાંશ ભાગ મુસલમાનોને આપી દીધો હતો. નહિ કે સુન્ની વકફ બોર્ડને.'

court

એટલા માટે તે પોતાનો ભાગ હિંદુઓને આપવા ઈચ્છે છે, જેનો એક આધાર એ પણ છે કે બાબરી મસ્જિદ શિયા વકફની સંપત્તિ છે. તેમણે આગળ કહ્યુ, '1936 સુધી આના પર શિયાઓનો કબ્જો હતો અને એ પહેલા તે અંતિમ મુતવલ્લી (દેખરેખ કરનાર) શિયા હતા. ક્યારેય કોઈ સુન્નીને મુતવલ્લી નિયુક્ત કરવામાં આવ્યા નથી. બાબરના કમાંડર મીર બકી શિયા મુસ્લિમ હતા અને બાબરી મસ્જિદના પહેલા મુતવલ્લી હતા.' આ પહેલા અખિલ ભારતીય શ્રીરામ જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિ તરફથી વરિષ્ઠ વકીલ પીએન મિશ્રાએ કહ્યુ, 'જમીન પર દાવા વિશે મુસલમાનોનો કોઈ ઠોસ પક્ષ નથી. વાકિફ (વકફ કરનાર) એ જમીનના માલિક હોવુ જોઈએ. બાબર જમીનનો માલિક નહોતો.'

શિયા વકફ બોર્ડ તરફથી વકીલ એમ સી ધીંગરાએ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ કેસમાં 16માં દિવસની સુનાવણી પર પીઠને કહ્યુ, 'હું હિંદુ પક્ષનું સમર્થન કરુ છુ.' તેમણે કહ્યુ કે ઉચ્ચ ન્યાયાલયે વિવાદિત ભૂમિને ત્રણ બરાબર ભાગોમાં વહેંચીને એક તૃતીયાંશ મુસલમાનોને આપી દીધી હતી, નહિ કે સુન્ની વકફ બોર્ડને અને એટલા માટે તે આ આધાર પર પોતાનો હિસ્સો હિંદુઓને આપવા ઈચ્છે છે જેનો એક આધાર એ પણ છે કે બાબરી મસ્જિદ શિયા વકફની સંપત્તિ છે. ધીંગરાએ કહ્યુ કે હિંદુઓએ જે દલીલો આપી છે. તેનાથી પૂર્વગ્રહ રાખ્યા વિના શિયા એ સંપત્તિ પર અધિકારનો દાવો નથી કરતા. 1936 સુધી આના પર શિયાઓનો કબ્જો હતો અને આ પહેલા અંતિમ મુતવલ્લી શિયા હતા અને કોઈ સુન્નીને ક્યારેય મુતવલ્લી નિયુક્ત કરવામાં આવ્યા નથી. જો કે તેમણે કહ્યુ કે વિવાદિત સંપત્તિ શિયાઓને નોટિસ આપ્યા વિના સુન્ની વકફ તરીકે રજિસ્ટર કરી દેવામાં આવી અને બાદમાં શિયા બોર્ડ 1946માં કોર્ટમાં એ આધાર પર હારી ગયુ કે તેણે એક સુન્ની ઈમામ નિયુક્ત કરી લીધા હતા.

આ પણ વાંચોઃ સુનંદા પુષ્કર કેસઃ દિલ્લી પોલિસે કોર્ટને શશિ થરુર પર આરોપ નક્કી કરવાની કરી માંગઆ પણ વાંચોઃ સુનંદા પુષ્કર કેસઃ દિલ્લી પોલિસે કોર્ટને શશિ થરુર પર આરોપ નક્કી કરવાની કરી માંગ

English summary
Ayodhya Land dispute: Shia Waqf offers to give up its share to Hindu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X