For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મંદિર નહીં તો વોટ નહીં' નારા સાથે તોગડિયાએ હુંકાર ભરી

રામ મંદિર નિર્માણ માંગ અંગે અયોધ્યા પહોંચેલા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયા આજે રામકોટ પરિક્રમા કરવા માટે નીકળ્યા છે.

|
Google Oneindia Gujarati News

રામ મંદિર નિર્માણ માંગ અંગે અયોધ્યા પહોંચેલા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયા આજે રામકોટ પરિક્રમા કરવા માટે નીકળ્યા છે. તોગડિયાના નિર્ણયથી પ્રશાશન ચિંતામાં છે. તોગડિયાની રામકોટ પરિક્રમા રોકવા પર પ્રવીણ તોગડિયાના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝડપ જોવા મળી. આ દરમિયાન આખા મામલાને શાંત કરાવવા માટે પોલીસના ઉચ્ચાધિકારી તોગડિયાને સમજાવવામાં લાગ્યા છે.

આ પણ વાંચો: તોગડિયાનો પીએમ મોદી, ભાગવત પર હુમલોઃ 'હિંદુ ક્યારેય ભાજપને મત ન આપતા'

અલગ અલગ શહેરોથી અયોધ્યા પહોંચી રહ્યા છે રામભક્તો

અલગ અલગ શહેરોથી અયોધ્યા પહોંચી રહ્યા છે રામભક્તો

મંદિરના નિર્માણની માંગ લઈને પ્રવીણ તોગડિયાના નેતૃત્વમાં અલગ અલગ શહેરોથી રામભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. એક સાથે આટલા બધા સમર્થકોને જોઈને પ્રશાશન પણ હેરાન છે. પરંતુ તોગડિયાના રામકોટ પરિક્રમા પર નીકળ્યા પછી તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે લડાઈ થઇ. તેને કારણે આખા વિસ્તારમાં તણાવનો માહોલ છે.

ઝાંસીના ડીઆઈજી સુભાષ સિંહ બધેલને અયોધ્યા મોકલવામાં આવ્યા

ઝાંસીના ડીઆઈજી સુભાષ સિંહ બધેલને અયોધ્યા મોકલવામાં આવ્યા

અયોધ્યામાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાના કાર્યક્રમ અંગે પ્રશાશને ઝાંસીના ડીઆઈજી સુભાષ સિંહ બધેલને અયોધ્યા મોકલ્યા છે. તેમને ફેઝાબાદમાં ઘણા પદો પર રહીને લાંબો કાર્યકાલ વિતાવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે તેમનો અનુભવ ધ્યાનમાં લઈને પ્રશાશન સ્થાનીય પોલીસ અધિકારીઓના સહયોગ માટે તેમને અયોધ્યા મોકલી રહ્યું છે.

તોગડીયા રાજનૈતિક પાર્ટીનું એલાન કરી શકે છે

તોગડીયા રાજનૈતિક પાર્ટીનું એલાન કરી શકે છે

આપને જણાવી દઈએ કે વિશ્વ હિન્દૂ પરિષદથી અલગ થઈને આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ બનાવનાર પ્રવીણ તોગડીયા રામ મંદિર આંદોલન મજબૂત બનાવવા માટે રાજનૈતિક પાર્ટીનું એલાન કરી શકે છે. તેમને સોમવારે અયોધ્યામાં તેનો સંકેત પણ આપ્યો હતો. ધ્યાન આપવા જેવી બાબત છે કે પ્રવીણ તોગડીયા તેમના સેંકડો સમર્થકો સાથે અયોધ્યામાં છે. તોગડિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપે રામ મંદિર મુદ્દે લોકો સાથે દગો કર્યો છે. એટલા માટે લોકસભા ચૂંટણીમાં મંદિર નહીં તો વોટ નહીં.

English summary
Ayodhya ram mandir antar rashtriya hindu parishad praveen togadiya go out for ramkot parikrama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X