For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનના સમયને સ્વરુપાનંદ મહારાજે ગણાવ્યો અશુભ

ભૂમિપૂજન કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે પરંતુ ભૂમિ પૂજનની તારીખ માટે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજે મોટ સવાલ ઉભો કરી દીધો છે.

|
Google Oneindia Gujarati News

અયોધ્યામાં ભગવાન રામ મંદિરના ભવ્ય નિર્માણના તમામ કાર્યક્રમ નક્કી થઈ ચૂક્યા છે. 5 ઓગ્સટે રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજનની તારીખ નક્કી કરવામાં આવી છે. રામલલા ટ્રસ્ટ તરફથી 5 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે અને આ ભૂમિપૂજન કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે પરંતુ ભૂમિ પૂજનની તારીખ માટે શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજે મોટ સવાલ ઉભો કરી દીધો છે. શંકરાચાર્યનુ કહેવુ છે કે ભૂમિ પૂજન માટે જે સમય નક્કી કરવામાં આવ્યો છે તે અશુભ છે. તેમણે કહ્યુ કે મંદિર નિર્માણ માટે જનતાનુ મંતવ્ય લેવામાં આવશે.

5 ઓગસ્ટના રોજ મંદિરનો શિલાન્યાસ

5 ઓગસ્ટના રોજ મંદિરનો શિલાન્યાસ

તમને જણાવી દઈએ કે ભવ્ય રામ મંદિરના નિર્માણની તૈયારીઓ ઝડપી બની ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 ઓગસ્ટના રોજ અયોધ્યા આવશે અને મંદિરનો શિલાન્યાસ કરશે. આના માટે 40 કિલોની વિશેષ શિલા બનાવાઈ છે. પીએમ મોદી સાથે લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ અને રાજનાથ સિંહ સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર રહી શકે છે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર આ કાર્યક્રમ માટે લગભગ 150 લોકોને નિમંત્રણ મોકલશે.

કાર્યક્રમમાં માત્ર 200 લોકો જ શામેલ

કાર્યક્રમમાં માત્ર 200 લોકો જ શામેલ

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવગિરિએ કહ્યુ કે 5 ઓગસ્ટે પીએમ મોદી ભવ્ય રામ મંદિરની આધારશિલા રાખશે. સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન યોગ્ય રીતે થઈ શકે એના માટે કાર્યક્રમમાં માત્ર 200 લોકો જ શામેલ હશે. જેમાં 150 લોકોને નિમંત્રણ મોકલવામાં આવશે. તેમણે જણાવ્યુ કે શિલાન્યાસ પહેલા પીએમ મોદી મંદિરમાં ભગવાન રામ અને હનુમાન ગઢી મંદિરમાં હનુમાનજીના દર્શન કરશે. આ કાર્યક્રમ માટે બધા મુખ્યમંત્રીને પણ આમંત્રિત કરવામાં આવશે.

અધિકૃત રીતે પીએમનુ શિડ્યુલ આવ્યુ નથી

અધિકૃત રીતે પીએમનુ શિડ્યુલ આવ્યુ નથી

સૂત્રો મુજબ ટ્રસ્ટ એ બધા લોકોને આ કાર્યક્રમમાં આમંત્રિત કરવા પર વિચાર થઈ રહ્યો છે જે રામ મંદિર આંદોલન સાથે શરૂઆતથી જ જોડાયેલા હતા. જેમાં લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, વિનય કટિયાર વગેરેનુ નામ શામેલ છે. વળી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ કાર્યક્રમમાં પીએમ મોદી સાથે શામેલ થઈ શકે છે. રાજ્યના પ્રમુખ હોવાના નાતે સીએમ યોગી આદિત્યનાથ કાર્યક્રમમાં તો હાજર જ રહેશે. કેસમાં ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ જણાવ્યુ કે પીએમ કાર્યાલયને એક ફૉર્મલ ઈનવાઈટ મોકલવામાં આવ્યુ છે પરંતુ હજુ સુધી અધિકૃત રીતે પીએમનુ શિડ્યુલ આવ્યુ નથી.

ઑનલાઈન શિક્ષણ આજથી બંધ, સંચાલકોનો નિર્ણય - ફી નહિ તો ઑનલાઈન શિક્ષણ નહિઑનલાઈન શિક્ષણ આજથી બંધ, સંચાલકોનો નિર્ણય - ફી નહિ તો ઑનલાઈન શિક્ષણ નહિ

English summary
Ayodhya Ram Mandir bhoomipoojan timing Inauspicious said swaroopanand saraswati maharaj.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X