પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ રીતે કરી શકશો રામ લલ્લાના દર્શન, રામ મંદિર ખુલવા અને બંધ થવાનો સમય

Ram Mandir Opening Time: અયોધ્યામાં શ્રી રામ મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આજે 22 જાન્યુઆરીએ યોજાશે. આ ઐતિહાસિક પ્રસંગમાં ભાગ લેવા માટે દરેક લોકો ઉત્સાહિત છે. રામલલાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પણ અયોધ્યા જઈ રહ્યા છે.

આવી સ્થિતિમાં હવે દરેકના મનમાં સવાલ છે કે તેઓ ક્યારે રામ મંદિર જઈ શકશે અને ક્યારે રામલલ્લાના દર્શન કરી શકશે? તમને જણાવી દઈએ કે હવે રામ મંદિરના સમય વિશે માહિતી આપવામાં આવી છે. દર્શનથી આરતી સુધીનો સમય જાહેર કરવામાં આવ્યો છે.

Ayodhya Ram Mandir

Ram Mandir Timing: રામ મંદિરનો સમય

  • રામ મંદિર 23 જાન્યુઆરીથી સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવશે.
  • 23મીથી સામાન્ય ભક્તો રામલલાના દર્શન કરી શકશે.
  • અયોધ્યામાં રામ મંદિર સવારે 7:00થી 11:30 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ પછી મંદિર બંધ થઈ જશે.
  • ત્યારપછી મંદિર સામાન્ય ભક્તો માટે બપોરે 2:00થી 7:00 વાગ્યા સુધી ખોલવામાં આવશે.
  • બપોરે 11:30 વાગ્યાથી લગભગ અઢી કલાક ભગવાન રામને ભોજન અને આરામ આપવામાં આવશે.

Ram Mandir aarti Timing and Booking: રામ મંદિરમાં આરતીનો સમય

  • રામ મંદિરમાં રામલલાની દિવસમાં ત્રણ વખત આરતી કરવામાં આવશે.
  • દરરોજ સવારે 6:30 વાગ્યે પ્રથમ આરતીને જાગરણ અથવા શ્રૃંગાર આરતી કહેવામાં આવે છે.
  • બીજી આરતી બપોરે 12:00 વાગ્યે થાય છે જેને ભોગ આરતી કહેવામાં આવે છે.
  • ત્રીજી આરતી સાંજે 7:30 વાગ્યે થાય છે જેને સંધ્યા આરતી કહેવામાં આવે છે.

રામ મંદિર આરતી પાસ બુકિંગ: નોંધનીય છે કે આરતીમાં હાજરી આપવા માટે પાસ લીધા પછી જ પ્રવેશ મળશે. આ પાસ તમે મંદિરના કાઉન્ટર પરથી ઓનલાઈન અથવા ઓફલાઈન લઈ શકો છો. તમે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની વેબસાઈટ પરથી ઓનલાઈન પાસ મેળવી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X