For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભગવાનનો આભાર હું આંદોલનનો ભાગ બની શક્યોઃ લાલકૃષ્ણ અડવાણી

ભગવાનનો આભાર હું આંદોલનનો ભાગ બની શક્યોઃ લાલકૃષ્ણ અડવાણી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અયોધ્યા ભૂમિ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે પોતાનો ફેસલો સંભળાવી દીધો છે, જે બાદ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ચુકાદાનું સ્વાગત કરતાં કહ્યું કે ભગવાનનો આભાર, હું આ આંદોલનનો ભાગ બની શક્યો. ભાજપી નેતાએ કહ્યું કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ફેસલાથી આજે બહુ ખુશ છું. દેશવાસીઓની ખુશી સાથે છું. મંદિર આંદોલન આઝાદી પછીનું સૌથી મોટું આંદોલન હતું.

lal krishna advani

લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે, હું મારા તમામ દેશવાસીઓ સાથે સુપ્રીમ કોર્ટની પાંચ જજની ખંડપીઠે અયોધ્યા મામલે આપેલ ઐતિહાસિક ચુકાદાનું દિલથી સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે, મારા માટે આ પૂર્ણતાની ક્ષણ છે કેમ કે ઈશ્વરે મને જન આંદોલનમાં મારું વિનમ્ર યોગદાન આપવાનો અવસર આપ્યો. મંદિર આંદોલન આઝાદી પછીનું સૌથી મોટું આદોલન હતું. જેનું પરિણામ આજે સુપ્રીમ કોર્ટના ફેસલાથી સંભવ થયું.

ભાજપી નેતાએ કહ્યું કે અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિર બનશે તે રાષ્ટ્ર નિર્માણ હશે. ભારત અને દુનિયાભરમાં રહેતા કરોોડ હિન્દુઓના દિલમાં રામ જન્મભૂમિને લઈ ખાસ જગ્યા છે. તેમણે મુસ્લિમ પક્ષને મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન આપવાના ફેસલાનું પણ સ્વાગત કર્યું. અડવાણીએ કહ્યું કે સમાજના વિકાસ માટે બધાએ સાથે રહેવાની જરૂરત છે.

Ayodhya Verdict: સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં 1934 અને 1949ના રમખાણોનો ઉલ્લેખ કેમ કર્યો?Ayodhya Verdict: સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં 1934 અને 1949ના રમખાણોનો ઉલ્લેખ કેમ કર્યો?

English summary
Ayodhya verdict: its moment of fulfillment for me says lal krishna advani
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X