For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યા ચુકાદોઃ મુસલમાનોએ મસ્જિદને ક્યારેય નહોતી છોડીઃ સુપ્રીમ કોર્ટ

અયોધ્યા વિવાદ પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે મહત્વની વાત કહી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે આ વાતના કોઈ પુરાવા નથી કે મુસલમાનોએ મસ્જિદને છોડી દીધી હતી.

|
Google Oneindia Gujarati News

અયોધ્યા વિવાદ પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે મહત્વની વાત કહી છે. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ છે કે આ વાતના કોઈ પુરાવા નથી કે મુસલમાનોએ મસ્જિદને છોડી દીધી હતી. હિંદુઓએ હંમેશા એ વાત પર વિશ્વાસ કર્યો છે કે ભગવાન રામનોજન્મ મસ્જિદની અંદરના આંગણામાં થયો હતો. એ સ્પષ્ટ છે કે મુસલાન મસ્જિદની અંદરના પ્રાંગણમાં નમાઝ અદા કરતા હતા જ્યારે હિંદુઓ બહારના પ્રાંગણમાં પૂજા કરતા હતા.

SC

કોર્ટે પોતાના ચુકાદામાં વિવાદિત સ્થળને હિંદુ પક્ષને આપવાની વાત કહી છે. કોર્ટે આદેશ આપ્યો છે કે મંદિર નિર્માણ માટે એખ ટ્રસ્ટ બનાવવામાં આવે. સાથે જ મસ્જિદના નિર્માણ માટે કોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે તે મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન અયોધ્યામાં આપે.કોર્ટે કહ્યુ કે 3-4 મહિનાની અંદર સેન્ટ્રલ ગવર્નમેન્ટ ટ્રસ્ટની સ્થાપના માટે યોજના તૈયાર કરે અને વિવાદિત સ્થળને મંદિર નિર્માણ માટે સોંપી દે.
સુપ્રીમ કોર્ટે સર્વસંમતિથી શિયા વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દીધો. સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવીને વિવાદિત જમીનને રામલલ્લા વિરાજમાનને આપવાનો ચુકાદો આપ્યો. સાથે જ કોર્ટે સુન્ની વકફ બોર્ડે બીજા સ્થાન પર 5 એકર જમીન આપવાનો ચુકાદો સંભળાવ્યો. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5જજોની બંધારણીય પીઠે 40 દિવસોની મેરેથોન બાદ 16 ઓક્ટોબરે અયોધ્યા મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત કરી લીધો હતો.

આ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદોઃ રાજસ્થાનના 5 જિલ્લાઓમાં ધારા 144 લાગુ, બધી શાળા-કોલેજો બંધઆ પણ વાંચોઃ અયોધ્યા ચુકાદોઃ રાજસ્થાનના 5 જિલ્લાઓમાં ધારા 144 લાગુ, બધી શાળા-કોલેજો બંધ

English summary
Ayodhya Verdict: There is no evidence that Muslims abandoned mosque.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X