For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આયુષ અને હોમિયોપેથી ડૉક્ટર કોરોનાનો ઈલાજ ન કરી શકેઃ સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રએ કહ્યુ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે આયુષ અને હોમિયોપેથ ડૉક્ટર કોરોનાનો ઈલાજ કરી શકે નહિ.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યુ છે કે આયુષ અને હોમિયોપેથ ડૉક્ટર કોરોનાનો ઈલાજ કરી શકે નહિ. આ ડૉક્ટરોને દવાઓ લખવાની મંજૂરી આપી ન શકાય. આ ડૉક્ટર માત્ર કોરોના સામે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે સરકાર પાસે મંજૂર મિશ્રણ અને ગોળીઓ લખી શકે છે. આયુષ મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં આપેલા પોતાના સોગંદનામામાં એ પણ કહ્યુ છે કે આ ડૉક્ટર કોરોનાના ઈલાજનો દાવો કરનાર કોઈ પણ જાહેરાત પણ કરી શકે નહિ.

SC

સુપ્રીમ કોર્ટે આની પાછલી સુનાવણીમાં આયુર્વેદ, હોમિયોપેથી અને સિદ્ધા જેવી આયુષની વૈકલ્પિક ચિકિત્સા પદ્ધતિઓથી કોરોનાના ઈલાજની અનુમતિ આપી શકાય કે નહિ અને હા તો કઈ હદ સુધી? એ વિશે સુપ્રીમ કોર્ટમાંથ લેખિતમાં જવાબ માંગ્યો હતો. જસ્ટીસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પીઠ કેરળ હાઈકોર્ટના 21 ઓગસ્ટના ચુકાદા સામે દાખલ વિશેષ અનુમતિ અરજી(એસએલપી) પર આ સુનાવણી કરી રહી છે.

વાસ્તવમાં આયુષ મંત્રાલયે 6 માર્ચે એક અધિસૂચના જારી કરી હતી. તેમાં કહેવામાં આવ્યુ હતુ કે કોરોનાના ઈલાજમાં રાજ્ય સરકાર અન્ય પદ્ધતિઓ સાથે સાથે હોમિયોપેથીને પણ શામેલ કરવા માટે પગલાં ઉઠાવે. કેરળના એક વકીલે હાઈકોર્ટમાં અરજી નાખીને કહ્યુ કે આયુષ મંત્રાલયની આ અધિસૂચનાને લાગુ કરવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપવામાં આવે. હાઈકોર્ટે કહ્યુ કે આયુષ ડૉક્ટર દવા તો લખી શકે છે પરંતુ કોરોનાના ઈલાજ તરીકે નહિ પરંતુ ઈમ્યુનિટી બુસ્ટર તરીકે જ લખી શકે છે. ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે.

ફિલ્મ અભિનેતા અને ભાજપ સાંસદ સની દેઓલ કોરોના પૉઝિટિવફિલ્મ અભિનેતા અને ભાજપ સાંસદ સની દેઓલ કોરોના પૉઝિટિવ

English summary
AYUSH doctors can not prescribe medicine for Covid cure, they only precribe it as immunity booster: SC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X