રાજીવ, સંજય ગાંધીને ‘અલ્લાહ’ એ સજા આપીઃ આઝમ

By Super
Google Oneindia Gujarati News

લખનઉ, 13 એપ્રિલઃ ઉત્તર પ્રદેશ સરકારના લધુમતિ મામલાઓના મંત્રી અને સપા નેતા આઝમ ખાને ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. આઝમે શુક્રવારે બિજનોરમાં એક રેલી દરમિયાન રાજીવ ગાંધી અને સંજય ગાંધીનું મૃત્યુ અલ્લાહ દ્વારા કરવામાં આવેલી સજા ગણાવી છે.

akhilesh-azam-mulayam
આઝમે કહ્યું કે રાજીવ ગાંધીએ બાબરી મસ્જિદના પ્રવેશ દ્વારોને ખોલવાનો આદેશ આપ્યો હતો, જ્યારે સંજય ગાંધીએ ઇમરજન્સી દરમિયાન બળ પ્રયોગ કરી નસબંધી કાર્યક્રમ ચલાવ્યો અને તેથી બન્નેને અલ્લાહે સજા આપી.

નોંધનીય છે કે સંજય ગાંધી વર્ષ 1980માં એક વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા હતા, જ્યારે 21 મે 1991માં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. ચૂંટણી રેલીને સંબોધિત કરતા ગાંધી પરિવાર ઉપરાંત આઝમે નરેન્દ્ર મોદી પર ફરી એકવાર હુમલો કર્યો. આઝમે મોદીના લગ્ન પર કટાક્ષ કર્યો અને કહ્યું કે જે વ્યક્તિ પોતાની પત્નીની ના થઇ શકી એ દેશની કેવી રીતે થશે.

ઉલ્લેખનીય છે કે કારગિલ યુદ્ધને લઇને આઝમના નિવેદન બાદ શુક્રવારે સાંજે ચૂંટણી આયોગે તેમના ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરવા પર રોક લગાવી દીધી છે. આઝમ ઉપરાંત ભાજપના ઉપ્ર પ્રભારી અમિત શાહ પર પર આ પ્રતિબંધ લાદ્યો છે.

English summary
Azam has given a controversial statement again. He says rough about congress leaders who are no more now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X