For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોવિડ-19 સામે જંગ લડવા અજીમ પ્રેમજીએ કર્યુ 1125 કરોડની મદદનુ એલાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર ઘણા લોકો આર્થિક મદદ માટે આગળ આવ્યા છે. આ લિસ્ટમાં અત્યારે આઈટી કંપની વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીનુ નામ પણ જોડાયુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતમાં ઝડપથી ફેલી રહેલ કોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો યુદ્ધના સ્તરે કાર્યવાહી રહી છે. કોરોના વાયરસ સામે જંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર ઘણા લોકો આર્થિક મદદ માટે આગળ આવ્યા છે. આ લિસ્ટમાં અત્યારે આઈટી કંપની વિપ્રોના સંસ્થાપક અઝીમ પ્રેમજીનુ નામ પણ જોડાયુ છે. ગુરુવારે વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝ લિમિટડે અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશને મળીને કોરાના વાયરસ સામે લડાઈમાં 1125 કરોડ રૂપિયાનુ યોગદાન આપવાનુ એલાન કર્યુ છે. તમને જણાવી દઈએ કે અઝીમ પ્રેમજીનુ નામ દુનિયાના સૌથી મોટા દાનવીરોમાં શામેલ છે.

Azim Premji

ભારતમાં કોરોના વાયરસ સામે મદદ માટે દેશના વિવિધ ક્ષેત્રોમાંથી મોદી સરકારને મદદ મળી રહી છે. ફિલ્મી જગત, ઉદ્યોગ જગત કે દેશના સામાન્ય નાગરિક હોય, બધા પોતાના સ્તરે પીએમ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ઈમરજન્સી ફંડમાં પોતાનુ યોગદાન આપી રહ્યા છે. ગુરુવારે વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ અને અજીમ પ્રેમજી ફાઉન્ડેશને કોરોના વાયરસ સામે લડવા માટે સરકારને 1125 કરોડ રૂપિયાની આર્થિક મદદનો ભરોસો અપાવ્યો છે. આ આખી રકમમાં વિપ્રો લિમિટેડ 100 કરોડ, વિપ્રો એન્ટરપ્રોઈઝિસ 25 કરોડ અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન 1000 કરોડ રૂપિયાની મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે. દુનિયાભરમાં વાયરસના કારણે 36571થી વધુ લોકોના મોત નીપજ્યા છે. વળી, સંક્રમિત લોકોની સંખ્યા સાત લાખના આંકડાને પાર કરી ચૂકી છે. ભારતમાં સંક્રમિત કેસોની સંખ્યા 1637 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 38 લોકોનો મોત પણ થયા છે. કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસ સુધી લૉકડાઉન છે, આજે લૉકડાઉનનો 8મો દિવસ છે.

આ પણ વાંચોઃ કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે જારી કરી ગાઈડલાઈન - હળદરવાળુ દૂધ, ગરમ પાણી પીવોઆ પણ વાંચોઃ કોરોનાથી બચવા માટે આયુષ મંત્રાલયે જારી કરી ગાઈડલાઈન - હળદરવાળુ દૂધ, ગરમ પાણી પીવો

English summary
Azim Premji Wipro committed Rs 1125 Crore towards tackling the crisis arising from COVID19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X