For Quick Alerts
For Daily Alerts
છોકરાઓ સાથે આ બાબા કરતો હતો કુકર્મ, બન્યો MMS
ધર્મના નામે પાખંડ કરનાર સાધુઓ અને બાબાઓના નામમાં વધુ એક બાબાનું નામ જોડાઇ ગયું છે. વાત પંજાબના પઠાનકોટની છે. જ્યાં કેટલાક યુવકોએ એક ધાર્મિક બાબા પર કુકર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં આ યુવકોએ આ બાબા પર MMS પણ બનાવ્યો છે. તથા એફઆઇઆર પણ નોંધાવી છે.
પ્રાપ્ત જાણકારી મુજબ પઠાણકોટના આશ્રમમાં રહેતા બાબા અનેક વાર સત્સંગ કરતા રહેતા હતા. મંગળવારે એક યુવક બાબાને મળવા ગયો. યુવકનો આરોપ છે કે બાબાએ તેની સાથે જબદસ્તીથી કુકર્મ કર્યું છે.
પીડિત યુવકે તેની સામે અવાજ ઉઠાવી તો અન્ય ત્રણ યુવકો પણ સામે આવ્યા. તેમણે પણ બાબા પર તેમની સાથે કુકર્મ કરવાનો આરોપ લગાવ્યો. આ ચાર યુવકોનો દાવો છે કે તેમની પાસે બાબાની આ હરકતનો એક એમએમએસ પણ છે. અને તેમણે તપાસનો આદેશ પણ આપ્યો છે.