For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબા રામદેવ: નોટબંધીમાં 3-4 લાખ કરોડનું કૌભાંડ થયું છે!

નોટબંધી પર સરકારના સૂર સાથે સૂર મેળવતા બાબા રામદેવે હવે આમાં કૌભાંડ થયું હોવાની વાત પણ સ્વીકારી છે.

|
Google Oneindia Gujarati News

8 નવેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે 500 અને 1000 રૂપિયાની નોટ હવે વિમુદ્રીકૃત કરાય છે. જે બાદ યોગ ગુરુ બાબા રામદેવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ નિર્ણયને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નોટબંધીથી કાણાં નાણાં પર લગામ લાગશે. સાથે જ આર્થિક અને રાજનૈતિક અપરાધો પણ ઓછા થશે.

baba ramdev

એટલું જ નહીં નોટબંધીના વિરોધ અંગે બાબા રામદેવે કહ્યું હતું કે તમામ લોકોએ દેશમાં એકી સાથે આવવું જોઇએ. જો કે તે પછી બાબા રામદેવના આ મુદ્દા પર સૂર બદલતા જોવા મળી રહ્યા છે. અંગ્રેજી વેબસાઇટ દ ક્વિંટમાં આપેલા બાબા રામદેવના ઇન્ટરવ્યૂ મુજબ બાબા રામદેવનું કહેવું છે કે વિમુદ્રીકરણના કારણે 3-5 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે.

તેમણે કહ્યું કે બેંકોએ આ પ્રક્રિયામાં કરોડો રૂપિયા બનાવી લીધા છે. એટલે જ નહીં તેમણે આરબીઆઇ પર પણ સંદેહ વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે આપણી સિસ્ટમમાં જે ગંભીર પ્રશ્ન આનાથી ઊભો થયો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે કદાચ મોદીજીએ એ નહીં વિચાર્યું હોય કે બેંક વાળા પર અપ્રમાણિક નીકળશે. કેશ સપ્લાયની ઓછી નથી, તમામ કેશ બધા અપ્રમાણિક લોકોને આપી દેવામાં આવ્યું છે.

વળી તેમને કહ્યું કે કેટલીક વસ્તુઓને સુધારી શકાઇ હોત. વધુમાં રામદેવે કહ્યું કે અમે ત્રણ વાતો એક સાથે કરવાનું કહ્યું હતું. તમામ મોટી કરન્સી રદ્દ કરો, કેશલેસ સિસ્ટમ, ટ્રાંજેક્શન ટેક્સ લાગુ થાય અને બેંકિગ સિસ્ટમ પારદર્શી બને. ખાલી અમારી એક જ વાત માનવામાં આવી છે. તેમણે કહ્યું વ્યવસ્થા ત્યારે જ સાફ થશે જ્યારે આ ત્રણેય વસ્તુઓ એક સાથે લાગશે.

English summary
Baba Ramdev said demonetisation will expose RS.3-5 lacs crore scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X