રામદેવની રેલીઓનો ખર્ચ ભાજપના ખાતામાં ગણશે ચૂંટણી પંચ
રાયપુર, 10 ઓક્ટોબર: ચૂંટણી પંચે બુધવારે રામદેવ સામે કડક વલણ અપનાવ્યું છે. છત્તીસગઢના મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ કુઝુરે જણાવ્યું કે જે રીતે રામદેવે ભાજપાના પક્ષમાં પ્રચાર પ્રસાર કર્યો છે એ રીતે તે પેઇડ ન્યૂઝ માનવામાં આવશે અને તેમના કાર્યક્રમો પર ખર્ચમાં આવેલી સરકારી ધનની વસૂલી ભાજપા પાસે કરવામાં આવશે. છત્તીસગઢમાં પેડ ન્યૂઝનો આ પ્રથમ મામલો સામે આવ્યો છે, જેમાં ભાજપાને ઝટકો લાગ્યો છે.
રામદેવે છત્તીસગઢના ઘણા વિધાનસભા વિસ્તારોમાં જઇને મતદાતાઓને પ્રોત્સાહિત અને યોગદીક્ષાના નામ પર સભાઓનું આયોજન કર્યું જેમાં તેમણે ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને ભાજપાના પક્ષમાં જોરદાર પ્રચાર કર્યો.
રામદેવે સભાઓ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ પર જોરદાર પ્રહાર કર્યા. કોંગ્રેસ અને સ્વાભિમાન મંચના રામદેવની સભાઓ પર વિરોધ નોંધાવ્યો હતો, અને આ મામલે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી.

ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રવક્તા સચ્ચિદાનંદ ઉપાસને જણાવ્યું કે જ્યારે પણ તેમને ચૂંટણી પંચ પાસેથી નોટિસ મળશે ત્યારે તેઓ જવાબ આપશે. તેમણે જણાવ્યું કે બાબા રામદેવ ભાજપાના નેતા નથી અને કોઇ કાર્યકર નથી. રામદેવ છત્તીસગઢમાં આવીને સભા સંબોધે છે તેમાં ભાજપને કોઇ લેવાલેવા નથી.












Click it and Unblock the Notifications
