સીબીઆઇ કોર્ટે અડવાણી, મુરલી જોશી અને ઉમાને આપી જમાનત

Posted By:
Subscribe to Oneindia News

બાબરી ધ્વંશ મામલે આજે લખનઉમાં કોર્ટમાં સુનવણી કરવામાં આવી છે. આ મામલે અપરાધિક કાવતરાના આરોપ હેઠળ કોર્ટે સુનવણી કરી હતી. કોર્ટમાં આ કેસના આરોપી લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સમેત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જો કે બાબરી ધ્વંશ મામલે સીબીઆઇની વિશેષ અદાલતે તમામ 12 આરોપીઓની જમાનત મંજૂર કરી છે. ઉલ્લેખનીય છે કે ન્યાયિક પ્રક્રિયા શરૂ થતા પહેલા જ કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ જણાવ્યું હતું કે તેમના નેતાઓ નિર્દોષ છે અને જે પણ પ્રક્રિયા થઇ રહી છે તે કાનૂની પ્રક્રિયા છે.

babari

અહીં જણાવી દઇએ કે બાબરી ધ્વંશનો મામલે 25 વર્ષ જૂનો છે. સીબીઆઇની આ કોર્ટે આજે 12 નેતાઓ પર આરોપ નક્કી કરવાની હતી કે તેમણે બાબરી મસ્જિદના વિવાદીત ઇમારતને પાડવામાં કાર સેવકોની ઉશ્કેરણી કરી છે કે નહીં. ઉલ્લેખનીય છે કે સુનવણી પહેલા લખનઉના વીવીઆઇપી ગેસ્ટ હાઉસ ખાતે તમામ દિગ્ગજ નેતાઓએ એક બેઠક કરી હતી. અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આ બેઠકમાં હાજરી આપવા અને અડવાણીને મળવા માટે આવ્યા હતા.

English summary
Babri case: Advani, others get bail from CBI court . Read here more on this news.
Please Wait while comments are loading...