Badrinath Highway Accident:બદ્રીનાથ હાઇવે પર મોટો અકસ્માત, 23 મુસાફરોથી ભરેલો ટેમ્પો અલકનંદામાં ખાબક્યો, 8 મોત
Badrinath Highway Accident: ઉત્તરાખંડથી વધુ એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ચાર ધામ યાત્રા માર્ગ પર રૂદ્રપ્રયાગ જિલ્લા નજીક અલકનંદામાં એક ટેમ્પો ટ્રાવેલર પડી ગયો હતો. આ અકસ્માતમાં 8 લોકોના ંમોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, કારમાં 23 મુસાફરો હોવાનું કહેવાય છે. મુસાફરોની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. માહિતી ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે.
રૂદ્રપ્રયાગના એસપી ડૉ. વિશાખાએ જણાવ્યું હતું કે, અમને 23 મુસાફરો વિશે માહિતી મળી છે. તેમાંથી 15 મુસાફરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેમ્પો ટ્રાવેલર રૂદ્રપ્રયાગ શહેરથી પાંચ કિલોમીટર આગળ બદ્રીનાથ હાઇવે પર રૈતોલી પાસે અલકનંદા નદીમાં પડી ગયું હતું. માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને અન્ય ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને બચાવ કાર્ય હાથ ધરી છે.

એસપી ડૉ. વિશાખા અશોક ભદાને પણ સ્થળ પર છે. ચારધામ યાત્રાના રૂટ પર અકસ્માતો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.
તાજેતરમાં જ 12 જૂનના રોજ ઉત્તરકાશીના ગંગનાની પાસે એક પેસેન્જર બસને અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. સદ્નસીબે બસ રોડની નીચે ઝાડના કારણે ફસાઈ ગઈ હતી, અન્યથા મોટી દુર્ઘટના થઈ શકી હોત.
ઘટના અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કરીને લખ્યું કે, રુદ્રપ્રયાગમાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દર્દનાક સમાચાર મળ્યા છે.
સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.
ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ભગવાન મૃતકોના આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.
जनपद रुद्रप्रयाग में टेम्पो ट्रैवलर के दुर्घटनाग्रस्त होने का अत्यंत पीड़ादायक समाचार प्राप्त हुआ। स्थानीय प्रशासन व SDRF की टीमें राहत एवं बचाव कार्यों में जुटी हुई है। घायलों को नज़दीकी चिकित्सा केंद्र पर उपचार हेतु भेज दिया गया है। ज़िलाधिकारी को घटना की जाँच के आदेश दे दिए…
— Pushkar Singh Dhami (@pushkardhami) June 15, 2024












Click it and Unblock the Notifications
