
Nirbhaya Case: નિર્ભયાના પિતા બોલ્યા- આ મીડિયા, સમાજ અને દિલ્હી પોલીસની જીત
નવી દિલ્હીઃ તિહાર જેલના ફાંસી ઘરમાં શુક્રવારે સવારે ઠીક 5.30 વાગ્યે નિર્ભયાના ચારેય ગુનેગારોને ફાંસી આપવામાં આવી, નિર્ભયાના ચારેય દોષિત વિનય, અક્ષય, મુકેશ અને પવન ગુપ્તાને એક સાથે ફઆંસીના ફંદા પર લટકાવી દેવામાં આવ્યા, આજે આખા દેશના લોકો નિર્ભયાને મળેલા આ ઈંસાફથી ખુશ છે પરંતુ આજનો દિવસ પૂરા સાત વર્ષના સંઘર્ષ બાદ નસીબ થયો છે, દોષિતોની ફાંસી બાદ નિર્ભયાના પિતા બદ્રીનાથ સિંહે કહ્યું કે આજના દિવસને ન્યાય દિવસના રૂપમાં મનાવવામાં આવવો જોઈએ.

તમે મારી મુસ્કાનતી સમજૂ શકો છો કે મારા દિલમાં શું છે
2012 માટે દિલ્હી ગેંગરેપ પીડિતાના પિતા બદ્રીનાથ સિંહ જીત માટે સંકેત દેખાડતા કહે છે, આજે અમારી જીત થઈ છે અને આ મીડિયા, સમાજ અને દિલ્હી પોલીસના કારણે થઈ શક્યું છે. મારી મુસ્કાનથી તમે સમજી શકો છો કે મારા દિલમાં શું છે.

જ્યારે ઘટના બની તો અમે આંખો બંધ નહોતી કરી
નિર્ભયાના પિતાએ કહ્યું કે સૌથી પહેલા એક પિતાનું કર્તવ્ય શું હોય છે, જ્યારે ઘટના બની ત્યારે તમે આંખ બંધ નહોતી કરી. મારી અપીલ છે કે દીકરી અને દીકરામાં તફાવત ના કરો અને તમારા કર્તવ્યને સમજો. આ ચારેયને ફાંસી આપી જ્યૂડિશરીએ સ્પષ્ટ કર્યું કે જો બાળકીઓ સાથે અન્યાય થશે તો કરનાર વાળાઓને સજા મળશે, આજે મારી દીકરીની આત્માને શાંતિ મળી હશે. આજે અમારી દીકરી બહુ ખુશ થશે.

આજે નિર્ભયાને શાંતિ મળી હશે
એક દીકરી પણ ખુશ હોય ચે જ્યારે તે પોતાના પરિવારને ખુશ દેખાય છે. આજે અમને શાંતિ મળી છે તો નિર્ભયાને પણ જરૂર શાંતિ મળી હશે. આજે એ મા માટે પણ બહુ મોટી જીત છે જે પોતાની દીકરીના ઈન્સાફ માટે સતત લડી રહી છે. દોષિઓએ સજાથી બચવા માટે વારંવાર કોશિશ કરી પરંતુ જીત ન્યાયની જ થઈ.

દિલ્હીમાં ચાલતી બસમાં ગેંગરેપ થયો
જણાવી દઈએ કે દિલ્હીમાં પેરામેડિકલ વિદ્યાર્થી સાથે 16 ડિસેમ્બર 2012ની રાતે 6 લોકોએ ચાલતી બસમાં દરિંદગી કરી હતી. ગંભીર જખ્મોને કારણે 26 ડિસેમ્બરે સંગાપુરમાં ઈલાજ દરમિયાન નિર્ભયાનું મોત થયું હતું. ઘટનાના 9 મહિના બાદ એટલે કે સપ્ટેમ્બર 2013માં નીચલી અદાલતે 5 દોષિતો રામ સિંહ, પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન મુખ્ય દોષી રામ સિંહે તિહાર જેલમાં ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો. અન્ય એક દોષી સગીર હોવાના કારણે 3 વર્ષમાં સુધાર ગૃહથી છૂટીને બહાર આવી ગયો છે અને બાકીના ચારેય દોષિતોને આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યે ફાંસીના માચડે લટકાવી દીધા.
જાણો કોણ છે નિર્ભયા માટે કાનૂની જંગ લડનાર વકીલ સીમા, જેમને પોતાના પહેલા કેસમાં જ જીત મળી