For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીર પર વિવાદીત સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે KFC-ડોમિનોઝ વિરૂદ્ધ બજરંગ દળનું વિરોધ પ્રદર્શન!

બજરંગ દળે શનિવારે અમદાવાદમાં KFC, ડોમિનોઝ, પિઝા હટ, હ્યુન્ડાઈ મોટર કંપની તેમજ કિયા મોટર્સના શોરૂમની બહાર 'કાશ્મીર એકતા દિવસ'ને સમર્થન કરતી તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ સામે વિરોધ નોંધાવ્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 12 ફેબ્રુઆરી : બજરંગ દળે શનિવારે અમદાવાદમાં KFC, ડોમિનોઝ, પિઝા હટ, હ્યુન્ડાઈ મોટર કંપની તેમજ કિયા મોટર્સના શોરૂમની બહાર 'કાશ્મીર એકતા દિવસ'ને સમર્થન કરતી તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ સામે વિરોધ નોંધાવ્યો હતો. બજરંગ દળના ઉત્તર ગુજરાતના કન્વીનર જ્વલિત મહેતાએ કહ્યું કે આ કંપનીઓએ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે તેમ કહી માફી માંગવી જોઈએ, તો જ અમે તેમને માફ કરીશું.

Bajrang Dal protests

હકીકતમાં KFCની પાકિસ્તાન સ્થિત ફ્રેન્ચાઇઝી કંપનીએ એક ટ્વિટમાં કાશ્મીરમાં અલગતાવાદીઓને સમર્થન આપ્યું હતું. જો કે આ બાબતનો વિરોધ થતાં KFC ઈન્ડિયાએ ટ્વિટ કરીને માફી માંગી હતી. KFC એ ટ્વીટ કરીને કહ્યું- અમે ભારતનું સન્માન કરીએ છીએ અને તમામ ભારતીયોની ગર્વ સાથે સેવા કરવાના અમારા સંકલ્પ માટે પ્રતિબદ્ધ છીએ.

આ પછી પિઝા હટે પણ પોતાનું નિવેદન જારી કરીને કહ્યું કે તે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહેલી પોસ્ટની સામગ્રીનું ન તો સમર્થન કરે છે અને ન તો સંમત છે. જણાવી દઈએ કે કેએફસીએ તેના ઓફિશિયલ એકાઉન્ટમાંથી એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેમાં તેણે કાશ્મીરના અલગાવવાદીઓનું સમર્થન કર્યું હતું. તે પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે કાશ્મીર કાશ્મીરીઓનું છે.

આ પહેલા 5 ફેબ્રુઆરીએ હ્યુન્ડાઈ મોટર્સના એક પાકિસ્તાની ડીલરે સોશિયલ મીડિયા પર કાશ્મીરી અલગતાવાદીઓના સમર્થનમાં એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેના પછી ભારતમાં હ્યુન્ડાઈ મોટર્સનો ઉગ્ર વિરોધ થયો હતો. હ્યુન્ડાઈના પાકિસ્તાની ડીલરે કાશ્મીર એકતા દિવસને સમર્થન આપ્યું હતું અને તેમના સંઘર્ષને સ્વતંત્રતા સંગ્રામ ગણાવ્યો હતો. હ્યુન્ડાઈ મોટર્સે આ ટ્વિટ પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, 'હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા 25 વર્ષથી વધુ સમયથી ભારતીય બજાર માટે પ્રતિબદ્ધ છે અને અમે રાષ્ટ્રવાદના સંદર્ભમાં મજબૂતીથી ઊભા છીએ.'

English summary
Bajrang Dal protests against KFC-Dominoes over disputed social media post on Kashmir!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X