બહેન સુષ્મા સ્વરાજને કિડની આપવા તૈયાર છે આ બલૂચ નેતા

Subscribe to Oneindia News

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે બુધવારે ટ્વીટ કર્યુ હતુ કે તેઓ એમ્સમાં ભરતી છે અને ત્યાં તેમનુ ડાયાલીસીસ ચાલી રહ્યુ છે. સુષ્માની એક કિડની ફેઇલ થઇ ચૂકી છે. તેમની તબિયતના સમાચાર સાંભળીને માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ તેમના પ્રશંસકો નારાજ થયા છે. સુષ્માને હવે એક બલૂચ નેતાએ પોતાની કિડની આપવાની તૈયારી દર્શાવી છે.

sushma

બહેન સુષ્માને જલ્દી સાજા કરે ભગવાન શ્રીકૃષ્ણ


બલૂચ નેતા અહમર મુસ્તી ખાને કહ્યુ કે તેઓ સુષ્મા સ્વરાજને પોતાની એક કિડની આપવા માંગે છે. બુધવારે જ્યારે સુષ્માની તબિયત ખરાબ હોવાના સમાચાર આવ્યા હતા ત્યારે તેમણે ટ્વીટ કર્યુ હતુ. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ હતુ કે બલૂચ લોકોની બહેન સુષ્માને ભગવાન શ્રીકૃષ્ણ જલ્દી ઠીક કરે.

sushma

સ્વાસ્થ્યની સ્થિતિ

એમ્સના પ્રવકતા ડોક્ટર અમિત ગુપ્તાએ જણાવ્યુ હતુ કે એ સુષ્માનો જ નિર્ણય હતો કે પોતાના સ્વાસ્થ્યની સ્થિતિ વિશે તે પોતે જ લોકોને જણાવશે. સુષ્માની આ જાણકારી સાથે જ તેમના પ્રશંસકો તરફથી તેમના જલ્દી સાજા થવાની કામના કરવામાં આવી હતી.

baluch

કોણ છે અહમર મુસ્તી


જેઓ અહમર મુસ્તી વિશે નથી જાણતા તેમને જણાવી દઇએ કે મુસ્તી એ જ નેતા છે જેમણે પાકિસ્તાન પ્રધાનમંત્રી નવાઝ શરીફને યુએસ ઇંસ્ટીટ્યુટ ઓફ પીસમાં ભાષણ દરમિયાન ઘણા સવાલ પૂછ્યા હતા. ભીડમાં મુસ્તીના સવાલોએ નવાઝને પરેશાન કરી દીધા હતા.

usa

અમેરિકાને માને છે દોષિત


મુસ્તીનું માનવુ છે કે જો અમેરિકા પાકિસ્તાનને સમર્થન આપવાનું બંધ કરે તો બલૂચિસ્તાનની આઝાદી અને અહીના લોકોની જીત નિશ્ચિત છે. મુસ્તી પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને અલકાયદા નેતા અને આતંકવાદી ઓસામા બિન લાદેનનો દોસ્ત કહી ચૂક્યા છે. મુસ્તી પાકિસ્તાન પર અફઘાનિસ્તાન અને બલૂચિસ્તાનમાં આતંકવાદ વધારવાનો આરોપ લગાવી ચૂક્યા છે.

English summary
Baloch leader Ahmer Musti khan has offered his kidney to external affairs minister Sushma Swaraj. Musti is living in exile from a very longtime.
Please Wait while comments are loading...