ફરી થશે નોટબંધી? આ ચલણી નોટોનું થશે વિમુદ્રીકરણ..

Written By:
Subscribe to Oneindia News

હજુ સુધી આપણો દેશ 8 નવેમ્બર, 2016ના રોજ લાગુ થયેલ નોટબંધીની અસરમાંથી પૂરેપરો બહાર નથી આવ્યો, ત્યાં નરેન્દ્ર મોદી અને તેમની ટીમ બીજો એક મોટો નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે.

narendra modi

ટીવી રિપોર્ટ્સ અનુસાર, હવે રૂ.2000ની ચલણી નોટ તથા 10, 5, 2 અને 1 રૂ.ના સિક્કાઓનું વિમુદ્રીકરણ કરવામાં આવશે. પીએમ મોદીને એ વાતની જાણકારી છે કે, ટેક્સ ચોરી કરનારા લોકોએ મોટી સંખ્યામાં રૂ.2000ની ચલણી નોટોના રૂપમાં પૈસા જમા કરી રાખ્યાં છે. રિપોર્ટ્સ અનુસાર, આથી જ આ નવી ગુલાબી રંગની નોટો પણ જલ્દી જ બજારમાંથી ગાયબ થઇ શકે છે.

આ રિપોર્ટ્સમાં સિક્કાના વિમુદ્રીકરણ પાછળનો તર્ક પણ જણાવવામાં આવ્યો છે. એક સિક્કો બનાવવામાં, એક ચલણી નોટ છાપવા કરતાં વધુ ખર્ચો કરવો પડે છે. ઉ.દા. 10 રૂ.ના એક સિક્કાને બનાવવા માટે 6 રૂ.નો ખર્ચ કરવો પડે છે, પરંતુ 10 રૂ.ની એક ચલણી નોટ છાપવાનો ખર્ચ માત્ર 94 પૈસા આવે છે. આ કારણે શક્ય છે કે, કેન્દ્ર સરકાર દેશભરમાં ચલણના સિક્કાઓ પર પ્રતિબંધ મુકી ચલણી નોટોની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લે.

ચલણી નોટો છાપવાની કિંમત

  • રૂપિયા 10 - 94 પૈસા
  • રૂપિયા 20 - 1.16 રૂ.
  • રૂપિયા 50 - 1.65 રૂ.
  • રૂપિયા 100 - 1.70 રૂ.
  • રૂપિયા 500 - 2.90 રૂ.
  • રૂપિયા 2000 - 3.80 રૂ.

કેન્દ્ર સરકાર ચલણી સિક્કાઓ પર પ્રતિબંધ મુકી મોટી સંખ્યામાં ચલણી નોટો બજારમાં મુકી શકે છે, પરંતુ આ નિર્ણય લેવામાં સરકાર શા માટે ખચકાઇ રહી છે?

ઉલ્લેખનીય છે કે, ચલણી સિક્કાએ ચલણી નોટની સરખામણીએ વધુ ટકાઉ હોય છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, ચલણી નોટો 9-10 મહિના જ ચાલી શકે છે, જ્યારે સિક્કા એની સરખામણીએ ખાસ્સા વધુ ટકે છે, આ કારણે ચલણી સિક્કાઓ બંધ કરવામાં નથી આવતા.

English summary
Ban on coins: Is this the new surprise from Narendra Modi.
Please Wait while comments are loading...