For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેબ્રુઆરી સુધીમાં ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ વધી શકે

ફેબ્રુઆરી સુધીમાં ડુંગળીના એક્સપોર્ટ પર પ્રતિબંધ વધી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીની વધતી કિંમતો પર લગામ લગાવવા માટે સરકારે ડુંગળી પર લાગેલ પ્રતિબંધની સીમાને વધુ સમય સુધી વધારવાનો ફેસલો લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે ડુંગળીના એક્સપોર્ટ પર આગલા વર્ષે ફેબ્રુઆરી માસ સુધી પ્રતિબંધ રહેશે, જેનાથી દેશમાં ડુંગળીની કિંમત ઘટી શકે. જાણકારી મુજબ ડુંગળીનો નવો પાક તૈયાર થયા બાદ તેના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે, જે બાદ જ તેના પર લાગેલ એક્સપોર્ટ પ્રતિબંધો હટાવી શકાય છે.

onion

ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ ચાલુ રહેશે

જણાવી દઈએ કે આ પ્રતિબંધ દનિયાના તમામ દેશો પર ડુંગળી એક્સપોર્ટ કરનારાઓ પર લગાવવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ડુંગળીના એક્સપોર્ટ પર સપ્ટેમ્બર મહિનામાં પ્રતિબંધ લગાવાયો હતો, છતાં ડુંગળીના ભાવમાં ઘટ્યો નથી. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં થયેલ વરસાદ અને પૂરને કારણે દેશમાં ડુંગળીનું ઉત્પાદન સીમિત થઈ શકે છે. ડુંગળીના ઉત્પાદનમાં સૌથી મોટી કમી મહારાષ્ટ્રમાં આવી છે, જ્યાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે.

ભાવ ઘટવા પર પ્રતિબંધ હટશે

હાલના સમયમાં ડુંગળીનો છૂટક ભાવ 40 રૂપિયા પ્રતિ કિલો છે, જે પહેલા 55 રૂપિયા પ્રતિ કિલો હતો. પાછલા છ વર્ષોની વાત કરીએ તો ડુંગળીના ભાવ સૌથી વધુ હતા. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જ્યારે ડુંગળીના ભાવ ઘટી જશે તો અમે તેના એક્સપોર્ટ વિશે ફરીથી વિચારશું. હાલ તે શક્ય નથી. તેમણે કહ્યું કે જાન્યુઆરી મહિનાથી ડુંગળીની સપ્લાય વધશે, એવામાં જ્યારે ડુંગળી 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર આવી જશે તો અમે એક્સપોર્ટ પર લાગેલ પ્રતિબંધ હટાવી શકીએ છીએ.

તો નક્કી થયો શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સરકારનો ફોર્મ્યૂલા, આ પાર્ટીના CM હશેતો નક્કી થયો શિવસેના-કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સરકારનો ફોર્મ્યૂલા, આ પાર્ટીના CM હશે

English summary
ban on export of onion may continue till february
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X