For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિમી અથવા ઉમ્માહ- કોણે કર્યો બેંગ્લોરની ચર્ચ સ્ટ્રીટ પર બ્લાસ્ટ?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 29 ડિસેમ્બર: સિમી અથવા અલ ઉમ્માહ? આ બે નામ છે જે બેંગ્લોર પોલીસ અને રાષ્ટ્રીય તપાસ એંજસીના અધિકારીઓની યાદીમાં સૌથી પહેલાં ચઢાવવામાં આવ્યા. કારણ કે જે પ્રકારે આઇઇડીનો ઉપયોગ ચર્ચ સ્ટ્રીટમાં બ્લાસ્ટ માટે કરવામાં આવ્યો, તેનાથી સ્પષ્ટ છે કે કોઇ એવા સંગઠનનું કામ છે, જે બેંગ્લોરને નજીકથી જાણે છે અને સમજી ચૂક્યું છે.

.jpg -Properties

અલ ઉમ્માહ સંગઠન સાથે જોડાયેલી કેટલીક વાતો
- અલ ઉમ્માહ તે સંગઠન છે જે ભાજપ અને આરએસએસથી નફરત કરે છે અને તેનું કટ્ટર વિરોધી છે.
- આ સંગઠન તમિલનાડુનું સંગઠન છે, જેના મૂળીયા દક્ષિણના કેટલાક રાજ્યોમાં ઝડપથી ફેલાઇ રહ્યાં છે.
- આ સંગઠનનો જન્મ 1992માં ત્યાર થયો હતો જ્યારે બાબરી મસ્જિદ ધ્વંસ કરવામાં આવી.
- બાબરી વિધ્વંસ બાદ લોકોએ ભાજપ અને આરએસએસની વિરૂદ્ધ આ સંગઠન ઉભું કર્યું.
- સંગઠનના મુખ્ય સંસ્થાપક સૈયદ અહેમદ બાશા અને એચ જવાહિરૂલ્લાહ હતા. આ બંનેએ કોયંબતૂર ધ્વાસ્ટનું કાવતરું ઘડ્યું.
- અલ ઉમ્માહ સંગઠન તમિલનાડુ સરકાર દ્વારા પ્રતિબંધિત છે.
- આ સંગઠનનો હાથ કોયંબતૂર બ્લાસ્ટમાં પણ હતો.
- આ સંગઠનના નિશાના પર હિન્દુ સંગઠન તથા હિન્દુ નેતા રહે છે.
- સૌથી પહેલાં હુમલો ચેન્નઇમાં આરએસએસના ઓફિસની સામે બ્લાસ્ટમાં રૂપમાં કરવામાં આવ્યો હતો, જેમાં 11 લોકોના મોત નિપજ્યાં હતા.
- આ સંગઠને લાલ કૃષ્ણ અડવાણીને પણ ટાર્ગેટ બનાવવાનો પ્રયત્ન કર્યો.
- આ સંગઠને 2013માં બેંગ્લોરમાં ભાજપ કાર્યાલયની બહાર બ્લાસ્ટ કર્યો હતો.

હવે જાણો સિમીના વિશે મહત્વપૂર્ણ વાતો
- સ્ટૂડેંટ ઇસ્લામિક મૂવમેંટ ઑફ ઇન્ડિયા એટલે સિમી અત્યારે ટ્રાંજીશન પીરિયડમાં ચાલી રહ્યું છે.
- પ્રતિબંધ લાગ્યા બાદથી આ સંગઠનના ઘણા સભ્યો અલગ-અલગ ટુકડીઓમાં વહેંચાઇ ગયા.
- તેની સ્થાપના પૂર્વ ગેંગસ્ટર સફદર નાગોરીએ કરી હતી.
- સફદર નાગોરીની ધરપકડ બાદ આ સંગઠન તૂટવા લાગ્યું, પરંતુ કેટલાક યુવાનોએ તેને ફરીથી ઉભું કરવાનું નક્કી કરી લીધું.
- અત્યારે ઇન્ડિયન મુજાહિદ્દીનની સાથે મળીને સિમી પોતાની ઓળખ બનાવવાનો પ્રયત્ન કરી રહી છે.
- સિમી પણ દરેક પ્રકારે પોતાની હાજરી નોંધાવવાના ચક્કરમાં રહે છે, તેના માટે નાના-મોટા બ્લાસ્ટનો સહારો લે છે.
- સિમીના ફરીથી સંગઠિત થયા બાદ બોધગયા બ્લાસ્ટ થયો. ત્યારબાદ પટના અને પછી ચેન્નઇમાં બ્લાસ્ટ.

કોના પર ઉંડો શોક
અલ ઉમ્માહ અને સિમી વિશે આ જાણકારીઓ બાદ લગભગ સ્પષ્ટ છે કે બેંગ્લોરના ચર્ચ સ્ટ્રીટ પર અલ ઉમ્માહનો નહી પરંતુ સિમીનો હાથ છે. જો કે આ વાત સિદ્ધ થવાનું બાકી છે. સિમી પર શંકા એટલા માટે ઉંડી છે કારણ કે ચર્ચ સ્ટ્રીટ બ્લાસ્ટમાં ભાજપ અને આરએસએસને મેસેજ આપવામાં આવ્યો નહી. જવા દો બ્લાસ્ટ પાછળ કોણ છે, તેનો જવાબ એનઆઇએની ટીમ જલદી શોધી કાઢશે.

English summary
Looking at the ongoing investigations, it becomes clear that the police is focusing on two outfits believed to be involved in the Church Street blasts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X