આજે છે બેંક હડતાલ, પણ તેમ છતાં કંઇ બેંકો કાર્યરત રહેશે જાણો અહીં

Posted By:
Subscribe to Oneindia News

પોતાની વિવિધ માંગણીઓનેલઇને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન્સ (યૂએફબીયૂ) આજે એટલે કે 28 ફેબ્રુઆરી 2017ના રોજ એક દિવસીય હડતાલ પર છે. જે અંગેની જાહેરાત તેણે અગાઉથી જ કરી દીધી હતી. આ હેઠળ તમામ મોટી સરકારી બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા આજે બંધ રહેશે. જે મુજબ યુએફબીયુ અંતર્ગત આવતી તમામ બેંકો જ હડતાલ પર જશે. અને અહીં કોઇ પણ પ્રકારના બેંકિંગ કાર્ય આજે નહીં થાય. જો કે આ હડતાલ ખાલી યુએફબીયુ બેંકો માટે જ લાગુ પડતી હોવાના કારણે આજે કેટલીક ખાનગી બેંકોએ સામાન્ય રીતે કાર્યરત છે. જે મુજબ આઇસીઆઇસીઆઇ, એસડીએફસી, કોટક મહિન્દ્રા બેંક અને Axis બેંક જેવી ખાનગી બેંકો આજે રાબેતા મુજબ કામ કરશે.

bank

તો જો તમારું ખાતું આ બેંકમાં હોય અને તમારે આજે કોઇ બેંકને લગતા કામ બાકી હોય તો ઉપરોક્ત બેંકમાં જઇને તમે તમારું આ કામ કરાવી શકો છે. અહીં તમને હડતાલની મુશ્કેલી નહીં નડે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘના મહાસચિવ સી એચ વેંકટચલમે પીટીઆઇને જણાવ્યું છે કે 21મી ફેબ્રુઆરી બેંક કર્મચારીઓએ મુખ્ય શ્રમ કમિશ્નર સાથે હડતાલ પહેલા સમાધાન માટે બેઠક કરી હતી. પણ તેમાં કર્મચારીઓની માંગણી ના સંતોષાતા તેમણે મંગળવારના રોજ હડતાલ પર ઉતરવાનો નિર્ણય જાહેર કર્યો છે.

English summary
Nearly 75 per cent of the banking services will be hit on Tuesday owing to the strike call given by most unions.But few banks are open today read more on it.
Please Wait while comments are loading...