દલિત હોવાની સજા, બે વર્ષ સુધી દરરોજ થતી હતી મારપીટ, મોઢા પર થૂંકતા હતા છોકરાઓ

Subscribe to Oneindia News

હાલમાં જ બિહારની એક સરકારી સ્કૂલમાં છાત્રો સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં 16 વર્ષના છાત્રને તેના ક્લાસના સાથીઓ ખૂબ જ મારતા હતા.

dalita 2

સવાલોના જવાબ આપીને થાકી ગયો છુ

આ છાત્રનો વીડિયો વાયરલ થયા બાદ તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છાત્રનું કહેવુ છે કે એકની એક વાત લોકોને બતાવી બતાવીને હું થાકી ગયો છુ, પહેલા દોસ્તો, પોલિસ અને પછી મીડિયા. દરેક જણ મને પૂછે છે કે હું આટલા દિવસો સુધી શાંત કેમ હતો. છાત્રનું કહેવું છે કે મારા પિતા એક શિક્ષક છે અને તેમણે મને નામ આપ્યુ છે જેનો અર્થ થાય છે શ્રેષ્ઠ અને તેઓ ઇચ્છે છે કે હું સૌથી સારો બનુ.

મારા પિતાએ મને ભણવા મોકલ્યો હતો

મારા પિતાએ મને ભણવા માટે મુઝફ્ફરાપુર મોકલ્યો હતો અને પોતે મારી બે બહેનો સાથે ગામમાં રહેવાનું પસંદ કર્યુ હતુ. મુઝફ્ફરનગરમાં હું મારી દાદી સાથે રહેતો હતો. તેઓ ઇચ્છતા હતા કે હું સારામાં સારી શિક્ષા મેળવુ. મે ખૂબ મહેનત કરી અને કોશિશ કરી કે હું મારા પિતાની અપેક્ષાઓને પૂર્ણ કરી શકુ.

dait 1

હું દલિત છુ માટે મારા સહપાઠીઓ હતા નારાજ

છાત્રનું કહેવુ છે કે હું મહેનત કરતો હતો અને મને સારા ગુણ મળતા હતા જેનાથી મારો પરિવાર ખુશ હતો પરંતુ મારા ક્લાસના બીજા વિદ્યાર્થીઓ મારાથી નારાજ હતા કારણકે હું દલિત છુ. મારા સહપાઠીઓ મને ગાળો આપતા અને મારી સાથે દુર્વ્યવહાર કરતા હતા.

બે વર્ષ સુધી રોજ મારતા હતા, મારા મોઢા પર થૂંકતા હતા

છાત્રએ જણાવ્યું કે બે વર્ષ સુધી રોજ બે છોકરાઓ મને મારતા હતા, બંને ભાઇઓ હતા, એક મારી જ ક્લાસનો છે જ્યારે બીજો છોકરો નાનો છે. તે લોકો માત્ર મારતા નહોતા પરંતુ મારા મોઢા પર અઠવાડિયામાં એકવાર થૂંકતા હતા.

શિક્ષકને માર પ્રત્યે સહાનુભૂતિ હતી પરંતુ કંઇ કરી શકતા નહિ

આને ફરિયાદ જ્યારે મે મારા શિક્ષકને કરી તો તેમણે મારા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી પરંતુ કહ્યુ કે આ છોકરાઓના પિતા એક ગુનેગાર છે, માટે સ્કૂલ ક ઇ કરી શકશે નહિ અને જો મે પોલિસ ફરિયાદ કરી તો તેઓ તેને સ્કૂલમાંથી બહાર કાઢવા માટે મજબૂર થઇ જશે.

મને મારવાનું ગમતુ હતુ મારા સહપાઠીને

મને એ વાતની પન ચિંતા હતી કે આ લોકો મારા પિતા અને મારા પરિવાર સાથે પણ કંઇ કરી શકે છે, એટલે મે શાંત રહેવાનો નિર્ણય કર્યો. જે વીડિયો વાયરલ થયો છે તે મને લાગે છે કે 25 ઑગસ્ટે શૂટ થયો છે. એક છાત્રએ મને કહ્યું કે મને મારવાથી તેને ખુશી મળે છે માટે તેણે બીજા છાત્ર પાસે વીડિયો બનાવડાવ્યો હતો.

મને સારા ગુણ મળતા હતા

છાત્રએ જણાવ્યું કે તે પાછળ બેસતો હતો જ્યાં ચોરી કરવાનું સરળ હતુ. હું આગળ બેસતો હતો. તેને ઓછા ગુણ મળતા અને મને સારા ગુણ મળતા જેનાથી તે ખૂબ નારાજ રહેતો હતો. જ્યારે તેને કહ્બર પડી કે હું દલિત છું તો મારા પર વધારે જુલમ કરવા લાગ્યો.

માર્ચમાં મારી વાર્ષિક પરીક્ષા છે

છાત્રએ કહ્યું કે જ્યારે મારી નાનીએ આ વીડિયો જોયો તો તેમણે પોલિસમાં ફરિયાદ કરી દીધી. ત્યારબાદ અમને કેસ પાછો ખેંચવાની ધમકી પણ મળવા લાગી. ત્યારબાદ મે સ્કૂલ જવાનું છોડી દીધુ છે. માર્ચમાં મારી વાર્ષિક પરીક્ષા છે.

English summary
barbaric student was beaten everyday for two years because he was Dalit. After video goes viral student speaks out to public.
Please Wait while comments are loading...