Karnataka Election results 2023: બસવરાજ બોમ્માઇએ સ્વિકારી કર્ણાટકમાં હારની જવાબદારી, આપ્યુ રાજીનામુ
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો આવી ગયા છે. કોંગ્રેસને બમ્પર જીત મળી છે. કર્ણાટકની જનતાએ ભાજપને જડમૂળથી ઉખેડી નાખ્યું છે. કોંગ્રેસ પાર્ટી જે 2018માં 80 સીટો જીતી હતી તે હવે 136 સીટો જીતી છે. જ્યારે 2018માં 105 બેઠકો જીતનાર ભાજપ 65 બેઠકો પર આવી ગયું છે.

ભાજપની હારથી સ્પષ્ટ થઈ ગયું છે કે અહીંના લોકો ભાજપની બોમ્માઈ સરકારથી બિલકુલ ખુશ નથી.તેથી જ તેમણે ભાજપને સંપૂર્ણપણે નકારી કાઢ્યુ છે.
કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું કે કર્ણાટક હાર્યા બાદ હું આ હારની જવાબદારી લઈ રહ્યો છું. હારના ઘણા કારણો છે, અમે દરેક બાબતનું વિશ્લેષણ કરીશું કારણ કે અમે રાષ્ટ્રીય પક્ષ છીએ. અમે અમારી તમામ ખામીઓનું વિશ્લેષણ પણ કરીશું અને સંસદની ચૂંટણીમાં અમે કમબેક કરીશું.












Click it and Unblock the Notifications
